Home> India
Advertisement
Prev
Next

Rahul Gandhi: અચાનક ગુજરાતના આંટાફેરા કેમ ચાલું થયા? યુપી-ગુજરાત માટે શું 'ખિચડી' રંધાઈ રહી છે...ખાસ જાણો

. રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કોંગ્રેસમાં સંજીવની રેડવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને હવે પછીની ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવાનો પણ દાવો કર્યો. ત્યારે એ જાણવું રસપ્રદ રહે છે કે લોકસભા ચૂંટણીમાં જે રીતે ઈન્ડિયા ગઠબંધનને સફળતા મળી તે રીતે શું ગુજરાતમાંથી ભાજપને સાફ કરવો એ શક્ય છે? જાણો આ અંગે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ શું યોજના ઘડી રહ્યા છે. 

Rahul Gandhi: અચાનક ગુજરાતના આંટાફેરા કેમ ચાલું થયા? યુપી-ગુજરાત માટે શું 'ખિચડી' રંધાઈ રહી છે...ખાસ જાણો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી બાદ પહેલીવાર હાલમાં જ શનિવારે ગુજરાત આવ્યા હતા. તેમના આગમન પહેલા અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન પર તોડફોડની ઘટના ઘટી હતી. કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર આરોપ લગાવ્યો હતો જ્યારે ભાજપે  કોંગ્રેસ પર પથ્થરમારાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને કોંગ્રેસમાં સંજીવની રેડવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને હવે પછીની ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવાનો પણ દાવો કર્યો. ત્યારે એ જાણવું રસપ્રદ રહે છે કે લોકસભા ચૂંટણીમાં જે રીતે ઈન્ડિયા ગઠબંધનને સફળતા મળી તે રીતે શું ગુજરાતમાંથી ભાજપને સાફ કરવો એ શક્ય છે? જાણો આ અંગે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ શું યોજના ઘડી રહ્યા છે. 

શું છે પ્લાનિંગ?
લોકસભા ચૂંટણીમાં જે રીતે ઈન્ડિયા ગઠબંધનને મોટેપાયે સફળતા મળી છે તે જ શું ગુજરાતમાં પણ સફળતા મળે? જો મળે તો  ભાજપનો સફાયો થઈ શકે. જો ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન આવે તો મોદીનું કેન્દ્રમાં સત્તા પર રહેવું પણ મુશ્કેલ બની શકે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ એક ફોર્મ્યૂલા બનાવ્યો છે તે છે યુપી+ગુજરાત=ભાજપ સાફ. તમને પણ એ સવાલ થતો હશે કે રાહુલ ગાંધી આજકાલ યુપી અને ગુજરાતની વાતો કેમ કરે છે? કેમ આ બે રાજ્યોને આટલું મહત્વ અપાઈ રહ્યું છે.

સમજો આ વાત....
2014માં ભાજપે જ્યારે કેન્દ્રમાં સરકાર બનાવી હતી ત્યારે તે પહેલા તેમની પણ એક રણનીતિ હતી. મોદીએ બે બેઝ બનાવ્યા હતા. એક ઉત્તર પ્રદેશ અને બીજો ગુજરાત. બંને રાજ્યો માટે રણનીતિ તૈયાર કરી હતી અને તેની પાસેના રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં સીટો જીતી. 2013માં તેમણે અમિત શાહેને ત્યાં મોકલ્યા હતા. 2014માં પીએમ મોદી વડોદરાથી પણ ચૂંટણી લડ્યા અને વારાણસીથી પણ. જેનું પરિણામ એ આવ્યું કે યુપીમાં 80માંથી 73 સીટો જીત્યા અને ગુજરાતમાં 26માંથી 26 સીટો મેળવી. એટલે કે યુપી અને ગુજરાતને બેઝ બનાવીને મોદી-શાહની જડીએ આજુબાજુના રાજ્યોમાં પણ પરચમ લહેરાવ્યો અને બધી મળીને કુલ 249 સીટો જીતી. 

રાહુલનું પણ હવે એ ફોકસ?
રાહુલ ગાંધી પણ નરેન્દ્ર મોદીના આ બે બેઝ એટલે કે ગુજરાત અને યુપીને તોડવા પર  ફોકસ કરી રહ્યા છે. હાલમાં રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. હવે એક મહત્વપૂર્ણ સવાલ એ છે કે શું મોદીને યુપી અને ગુજરાતમાં હરાવી શકાય ખરા? રિપોર્ટમાં મોદીના સૌથી ખાસ ગણાતા જયનારાયણ વ્યાસ જે હવે તેમની સાથે નથી તેમને ટાંકીને કહેવાયું છે કે મોદીને ગુજરાતમાં હરાવી શકાય. યુપીના રાજકીય સલાહકાર પ્રોફેસર રવિકાંતે પણ કહ્યું કે રાહુલ ગાંધી અખિલેશ યાદવે કાસ્ટ સેન્સેસનો મુદ્દો, અનામત વધારવાનો મુદ્દો, દલિતોનો મુદ્દો, સોશિયલ જસ્ટીસનો મુદ્દો ઉઠાવીને માહોલ બનાવ્યો હતો. આ કારણે દલિતો અને માઈનોરિટીના મત રાહુલ ગાંધીને ગયા. 

શું કહ્યું ગુજરાત વિશે?
મીડિયા રિપોર્ટમાં જય નારાયણ વ્યાસને  ટાંકીને કહેવાયું છે કે ગુજરાતમાં મોદીને હરાવી શકાય છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વખતથી ગુજરાતમાં બનેલી સરકાર નકામી નિવડી છે. તેમણે કહ્યું કે એવું માની લેવું કે ભાજપ માટે અહીં બધી ચીજો તૈયાર છે તો તે ખોટું છે.  કોંગ્રેસના મત વધ્યા છે અને આગળ પણ વધશે. અત્રે જણાવવાનું કે એક સમયે ગુજરાત સરકારમાં જય નારાયણ વ્યાસ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. 

વ્યાસે એમ પણ કહ્યું કે અલગ અલગ પાર્ટી હોવાના કારણે કોંગ્રેસના મત વહેંચાઈ જતા હતા. પરંતુ હવે બધા સાથે આવી જવાથી મત ઈન્ડિયા ગઠબંધનને જશે. જો મત ન વહેંચાયા તો 100 ટકા ભાજપ સામે કોંગ્રેસ જીતશે. તેમણે કહ્યું કે અમિત શાહ મોદીનું કોમ્બિનેશન છે જો આ બંને અલગ અલગ થઈ ગયા તો..તે ક્યારેય જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ સંગઠન પોતાના નામ પર ખરું ઉતર્યું તો કોંગ્રેસ અત્યારે પણ ગુજરાતમાં સત્તાનું સિંહાસન મેળવી શકે છે. બીજી બાજુ પ્રોફેસર રવિકાંતે કહ્યું કે દલિત પછાત વર્ગ અને માઈનોરિટી ઈન્ડિયા ગઠબંધન સાથે રહ્યા તો યુપીમાં યોગીજીનું પત્તું સાફ થઈ શકે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More