Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલ

land lord hit tenant girl : ભાડુ બાકી હોવા મામલે મકાન માલિકની યુવતી સાથે થઈ હતી બોલાચાલી, ઉમરા પાર્લે પોઈન્ટના રાધેનગર સોસાયટીમાં યુવતી રહેતી હતી ભાડે, મકાન માલિક જયેશ પર યુવતીને માર મારવાનો આરોપ, મકાન માલિકે હાથમાં ચપ્પુ લઈને ધમકાવ્યાનો દાવો, યુવતીએ ઉમરા પોલીસેમાં મકાન માલિક સામે અરજી કરી

સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલ

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને તેના મકાન માલિક અને અન્ય બે થી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિત યુવતી મુંબઈની રહેવાસી છે અને ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામના કામ માટે સુરત રહે છે. ભાડાના તકરારમાં ત્રણથી ચાર વ્યક્તિઓ મળીને યુવતીને ખરાબ રીતે મારતા જોવા મળે છે. હાલ પીડિત યુવતીએ સિવિલમાં સારવાર કરાવી છે અને ઉમરા પોલીસ મથકમાં મકાન માલીક સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 

ઘરમાં ઘૂસીને મકાન માલિકે ભાડે રહેતી યુવતીને બેરહેમીથી માર માર્યો હતો. એટલું જ નહીં મકાન માલિકની સાથે અન્ય ત્રણથી ચાર લોકો યુવતીને બેરહેમીથી મારતા નજરે આવ્યા હતા. જેનો વીડિયો હૃદયદ્રાવક છે. એકલી યુવતીને ત્રણથી ચાર માણસો માર મારી રહ્યા છે. કારણ કે તેના મેનેજરે બે મહિનાનું ભાડું ચૂકવ્યું નથી. આથી યુવતીએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી નોંધાવી છે. પીડિત યુવતી મૂળ મુંબઈની છે અને છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં અન્ય ત્રણ યુવતીઓ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી, જેનું ભાડું ઈવેન્ટ મેનેજમેન્ટના મેનેજર ચૂકવતા હતા.

યુવતીએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ભાડું ચૂકવવાને કારણે મકાનમાલિક એટલો ગુસ્સે થયો કે તેણે ઘરમાં ઘુસીને ત્રણ છોકરીઓને મારવાનું શરૂ કર્યું. જેમાંથી અન્ય બે યુવતીઓ ડરીને ભાગી ગઈ હતી. પરંતુ તેઓએ એક યુવતીને ખરાબ રીતે માર મારવાનું શરૂ કરી તેના વાળ ખેંચી હાથ-પગ પર પણ માર માર્યા હતા. ત્રણથી ચાર જણાએ મકાન માલિક સહિત યુવતીને બેફામ માર માર્યો હતો. પીડિતાને હાથમાં ચપ્પુ લઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જે વીડિયોમાં જોવા મળે છે.

લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે

108 એમ્બ્યુલન્સ દ્વારા પીડિત યુવતીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એટલું જ નહીં સમગ્ર મામલે યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીડિત યુવતી સાથે રહેતી અન્ય બે યુવતીઓને મકાન માલિકે માર માર્યા બાદ ઘરેથી કાઢી મૂક્યા હતા. પોતાના સમાન સાથે તેઓ ઉમરા પોલીસ મથક પહોંચ્યા હતા.

 

 

આ સમગ્ર મામલે પીડિત યુવતીનું જણાવ્યુ છે કે, મને ખબર ન હતી કે મને શા માટે મારવામાં આવી રહ્યા છે. હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં. તે લોકો મને મારા માથા, હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા. મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો. ભાડા બાબતે અમને માર મારવામાં આવ્યો. મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી. બાદમાં અમારા ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તે તમારા પર ચોરીનો આરોપ લગાવશે. સાથે તેણે જણાવ્યું હતું કે, રસ્તા પર પણ આ લોકોએ મને માર માર્યો છે તેમના પરિવારની મહિલાઓએ પણ મને માર માર્યો છે. અમને ખબર જ નહોતી કે તેઓ અમને શા માટે મારી રહ્યા છે. 

નીતિન પટેલ બાદ ખાલી પડેલી ખુરશી આ નેતા સંભાળશે? છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More