Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગી નેતા પુંજા વંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ : આવો સામસામે બેસીને હિસાબ કરીએ

Congress Leader Open Challege To BJP MP : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ તાજેતરમાં વિરોધીઓને ખુલ્લી ધમકી આપી હતી, ત્યારે પુંજા વંશે રાજેશ ચુડાસમાને વળતો જવાબ આપતા કહ્યું કે, સ્થળ અને સમય તમે નક્કી કરો હું હિસાબ કરવા તૈયાર છું 

કોંગી નેતા પુંજા વંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ : આવો સામસામે બેસીને હિસાબ કરીએ

Junagadh MP Rajesh Chudasama Controversial Statement : લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા હતા. ત્યારે પ્રાચીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા છે એમને મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે ક ન કરે હુ મુકવાનો નથી. ત્યારે હવે રાજેશ ચુડાસમાની ધમકીનો કોંગ્રેસના નેતાએ વળતો જવાબ આપ્યો હતો. પુંજા વંશે રાજેશ ચુડાસમાને વળતો જવાબ આપતા કહ્યું કે, સ્થળ અને સમય તમે નક્કી કરો હું હિસાબ કરવા તૈયાર છું 

રાજેશ ચુડાસમાએ જાહેરમાં આપી હતી ધમકી
તાજેતરમાં પ્રાચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ ધમકીભર્યુ નિવેદન આપ્યું હતું. તેમણે વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી. મારા ખાલી પત્રથી જિલ્લાઓમાં બદલીઓ થઈ જાય છે. 

સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલ

પુંજા વંશનો ચુડાસમાને જવાબ
ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદન મુદ્દે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. પુંજા વંશે કહ્યું કે, સાંસદને જ્યારે જોવું હોય ત્યારે મને બોલાવે હું તૈયાર છું. કોંગ્રેસના કાર્યકરોને કહેતા હોય તો અમે પણ જવાબ માટે તૈયાર છીએ. આ ઉપરાંત ભાજપના આગેવાનોને જાહેર મંચ પરથી પુંજા વંશે ચેલેન્જ આપી કે, આવો સામસામે બેસીને હિસાબ કરીએ. જો કોંગ્રેસને ધ્યાનમાં રાખીને કહ્યું હોય તો સ્થળ, સમય તમે નક્કી કરો. હું હિસાબ કરવા તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.

રાજેશ ચુડાસમાનો થયો હતો વિરોધ
જૂનાગઢ બેઠક ઉપરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની જાહેરાત કરાતા જ ભાજપમાં આંતરિક વિરોધ થયો હતો. રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં ગીર-સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત પણ કરી હતી. વેરાવળના ડો અતુલ ચગ આપઘાત પ્રકરણમાં પણ રાજેશ ચુડાસમાનું નામ જોડાયું હતુ, જેથી તેમને ઉમેદવાર તરીકે બદલવા માંગ ઉઠી હતી. 

2024ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં હીરા જોટવા (કોંગ્રેસ)ને 4,44,156 મત મળ્યા હતા, જ્યારે ​રાજેશ ચુડાસમા (ભાજપ)ને 5,78,516 મત મળ્યા હતા. ત્યારે ભાજપના રાજેશ ચુડાસમા 1,34,360 મતથી ભાજપની જીત થઈ હતી.

મુંબઈ લાચાર! રસ્તાઓ બન્યા નદી, માયાનગરીની ભયંકર હાલત જુઓ આ 10 વીડિયોમાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More