Home> Gujarat
Advertisement
Prev
Next

વ્હેલ શાર્ક માછલીનું સેટેલાઇટ ટેગિંગ કરવામાં મોટી સફળતા! તમામ ગતિવિધિઓ પર રખાશે નજર

દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનો ખોરાક સૌથી નાની માછલી અને નાના જીવજંતુઓ હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેમને પૂરતો ખોરાક મળી રહે છે. જેથી અવારનવાર વ્હેલ શાર્ક સોરઠ પંથકના દરિયા કિનારે આવી ચડે છે.

વ્હેલ શાર્ક માછલીનું સેટેલાઇટ ટેગિંગ કરવામાં મોટી સફળતા! તમામ ગતિવિધિઓ પર રખાશે નજર

અશોક બારોટ/જૂનાગઢ: સુત્રાપાડાના દરિયામાં સાગર ખેડુની મદદથી વન વિભાગને દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનું સેટેલાઈટ ટેગિગ કરવામાં સફળતા મળી છે. વ્હેલ શાર્ક કેવા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે. કેટલી ઉંડાઈ સુધી જઈ શકે તેના વૈજ્ઞાનિક આધાર કન્ઝર્વેશન માટે ઉપયોગી બનશે. 

યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલો

દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનો ખોરાક સૌથી નાની માછલી અને નાના જીવજંતુઓ હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેમને પૂરતો ખોરાક મળી રહે છે. જેથી અવારનવાર વ્હેલ શાર્ક સોરઠ પંથકના દરિયા કિનારે આવી ચડે છે. વન વિભાગ દ્વારા સુત્રાપાડાના દરિયામાં વધુ એક વ્હેલ શાર્કને સેટેલાઈટ ટેગિગ કરવામાં સફળતા મળી છે‌. વ્હેલ શાર્કને બચાવવા માટે ખૂબ મોટા અભિયાનો ચાલી રહ્યા છે. સિંહને જેમ રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ મળ્યું છે તેમજ દરિયાઈ જીવસૃષ્ટિમાં વ્હેલ શાર્કને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેને બચાવવા માટેના અનેક અભિયાનનો ચાલી રહ્યા છે. 

ભાજપે ખેલ પાડ્યો! સુરતમા કોણ ફૂટ્યું, ટેકેદારો કે કુંભાણી? મતદાન પહેલાં 1 બેઠક હારશે

વનવિભાગ દ્વારા વ્હેલ શાર્કના કન્ઝર્વેશન માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા વેરાવળના દરિયામાં એક વ્હેલ શાર્કને સેટેલાઈટ ટેગિગ કરવામાં સફળતા મળી હતી. ત્યારબાદ વન વિભાગ વ્હેલ શાર્કને સેટેલાઈટ ટેગિગ કરવા માટેના પ્રયાસો કરી રહ્યું હતું. તેવામાં તા. ૧૮ એપ્રિલના સુત્રાપાડાના દરિયામાં વ્હેલ શાર્કને સફળતાપૂર્વક સેટેલાઈટ ટેગિગ કરવામાં આવ્યું છે. 

જેના પર સૌથી ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદાર ફસક્યા, ચૂંટણી પહેલા કુંભાણીને ઘરભેગા

આ સમગ્ર મામલે જૂનાગઢ ડીસીએફે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે અનેકવાર વ્હેલ શાર્ક આવી ચડે છે. જેમાં માંગરોળ, વેરાવળ, ઉના, સુત્રાપાડા, કોડીનાર દીવ સહિતના દરીયાઈ વિસ્તારોમાં વ્હેલ શાર્ક જોવા મળે છે. આ વિસ્તારમાં ઈંડા પણ મૂકે છે. આ ઉપરાંત વ્હેલ શાર્કની તમામ ગતિવિધિઓ જેમાં તે કયા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે. કયા વિસ્તારમાં બચ્ચા મૂકે છે. કેવો વિસ્તાર તેમને વધુ પસંદ હોય છે. આવા અનેક અભ્યાસો માટે સેટેલાઈટ ટેગિગ ખૂબ જ જરૂરી હતું. હવે તમામ ગતિવિધિઓ પર વન વિભાગને નજર રાખવામાં સેટેલાઈટ ટેકીંગ ઉપયોગી સાબિત થાય તેમ છે.

ભાજપનો નવો ટોર્ગેટ 'ઓપરેશન ફોર્મ'! નિલેશ કુંભાણી બાદ શુ જેની ઠુમ્મરનું ફોર્મ રદ થશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More