Home> India
Advertisement
Prev
Next

'પેદા તો ઘણા કરી દીધા'.. હવે બધાને સેટ કરવામાં લાગ્યા છે, લાલુ પર આ શું બોલ્યા નીતિશ કુમાર

Bihar News: નીતિશે તે પણ કહ્યું કે પતિ-પત્નીની સરકારે 15 વર્ષમાં બિહારને પાછળ ધકેલી દીધું. આ સિવાય તેમણે મુસલમાનોને લઈને પણ લાલુ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે મુસલમાનો માટે કંઈ કર્યું નથી. 

 'પેદા તો ઘણા કરી દીધા'.. હવે બધાને સેટ કરવામાં લાગ્યા છે, લાલુ પર આ શું બોલ્યા નીતિશ કુમાર
Updated: Apr 20, 2024, 09:39 PM IST

પટનાઃ બિહારમાં લોકસભાની ચૂંટણીમાં રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે... હજુ ચિરાગ પાસવાનને અપશબ્દો બોલવાનો મામલો ઠંડો થયો નથી.. ત્યાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું એક નિવેદન પૂરજોશમાં વાયરલ થઈ રહ્યું છે.... પૂર્ણિયાના બનમનખીમાં એનડીએના ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચેલા નીતિશ કુમારે પોતાના નિવેદનમાં એવું કહી દીધું, જેને લાલુ યાદવના પરિવાર પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કહેવામાં આવી રહ્યો છે... ત્યારે લાલુ યાદવ કેમ ફરી આવ્યા ચર્ચામાં?... જોઈશું આ રિપોર્ટમાં....

પ્રસંગ હતો પૂર્ણિયાના બનમનખીમાં NDA ઉમેદવારના પ્રચારનો... જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહોંચ્યા હતા... જેમાં બિહારના જૂના દિવસોને યાદ કરતાં કરતાં નીતિશ કુમાર ભાન ભૂલ્યા અને તેમણે જૂના સાથીદાર એવા લાલુ પ્રસાદ યાદવ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો.... 

હટી ગયા તો પત્નીને CM બનાવી દીધા. અને આજકાલ બાળકોને. હવે પેદા બહુ કરી દીધા. આટલા બધા શું કોઈએ બાળકો પેદા કરવા જોઈએ? પરંતુ તેટલા કર્યા. અને તેમાં  ક્યાંક દીકરી, બંને દીકરાઓને લગાવી દીધા. હવ તમે સમજી લેજો કે આ લોકો શું કરે છે, કંઈક કંઈક બોલતા રહે છે. તો ક્યાંક જૂની વાત તમે ભૂલી ન જાવ એટલે અમે તમને બધાને જણાવી દેવા માગું છું કે કોઈ કાજ થતું નહોતું. 

આ પણ વાંચોઃ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદ, હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

નીતિશ કુમાર આટલે જ અટક્યા નહોતા... તેમણે લાલુ પ્રસાદ યાદવની સરકારના દિવસોને યાદ કરતાં કહ્યું કે પહેલાં બિહારમાં જંગલરાજ જેવી સ્થિતિ હતી. નીતિશ કુમારનું નિવેદન વાયરલ થતાં આરજેડીના નેતા મૃત્યુંજય તિવારીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે રાજનીતિમાં આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ... તે પોતાની જાતે જ મુખ્યમંત્રીની ગરિમાને લાંછન લગાડી રહ્યા છે.

લાલુ યાદવના પુત્રી મીસા ભારતીએ નીતિશ કુમારના નિવેદનનો જવાબ આપતાં કહ્યું કે PM મોદીએ પરિવારવાદ પર બોલવાનું બંધ કર્યુ તો કાકાએ બોલવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણીમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ લાલુ યાદવ તેમના પરિવારને લઈને ચર્ચામાં છે... ત્યારે તેમના પરિવાર પર નજર કરીએ તો..

લાલુ પ્રસાદ યાદવને કુલ 9 બાળકો છે....
જેમાં 7 દીકરી અને 2 દીકરાઓ છે....
પત્ની રાબડી દેવી 2 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે...
હાલમાં રાબડી દેવી બિહાર વિધાન પરિષદના સભ્ય છે....
સૌથી મોટી દીકરી મીસા ભારતી છે...
મીસા ભારતીને પાટલીપુત્રથી ટિકિટ આપી છે...
MBBS કરી ચૂકેલી મીસા રાજ્યસભાની સાંસદ છે...
બીજી દીકરી રોહિણી આચાર્ય MBBS છે...
તેને સારણ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છે...
ત્રીજી દીકરી ચંદા યાદવ વકીલાતનું ભણી ચૂકી છે...
ચોથી દીકરી રાગિણી યાદવ સપા નેતાની પુત્રવધૂ છે...
પાંચમી દીકરી હેમાએ બીટેકનો અભ્યાસ કર્યો છે...
છઠ્ઠી દીકરી અનુષ્કા ઈન્ટીરીયર ડિઝાઈનર છે...
સાતમી દીકરી રાજ લક્ષ્મી મુલાયમસિંહના પરિવારની પુત્રવધૂ છે...
પુત્ર તેજ પ્રતાપ યાદવ હસનપુર બેઠકથી ધારાસભ્ય છે...
પુત્ર તેજસ્વી યાદવ પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાધોપુરથી ધારાસભ્ય છે...

આ પણ વાંચોઃ તમારી સહમતિથી તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી શકે? જાણો શું કહે છે કાયદો

લાલુ યાદવના પરિવારને લઈને પહેલાં પણ અનેકવાર આવી ટિપ્પણીઓ કરવામાં આવી છે... જોકે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ટિપ્પણી કરતાં મામલો વધુ ગરમાયો છે... ત્યારે શું નીતિશ કુમારનું નિવેદન NDA માટે નુકસાનકર્તા નીવડશે કે પછી ફાયદો કરાવશે?.. તે તો 4 જૂને થનારી મતગણતરી બાદ સામે આવશે.... પણ હાલ બિહારના રાજકારણમાં લાલુ પરિવાર ફરી કેન્દ્રસ્થાને આવી ગયો છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે