Home> India
Advertisement
Prev
Next

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદ, હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

હાલ તો મોસમના બદલાયેલા મિજાજે ચોક્કસથી લોકોને કાળઝાળ ગરમીમાં મોટી રાહત આપી છે... પરંતુ બીજીબાજુ જગતના તાતની મુશ્કેલીમાં સૌથી મોટો વધારો થયો છે... ત્યારે એ જોવાનું રહેશે કે ક્યારે ઋતુચક્ર વ્યવસ્થિત થશે?... ક્યારે લોકોને માવઠા અને બરફના કરામાંથી રાહત મળશે?...
 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદ, હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતમાં એકબાજુ મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે... તો બીજીબાજુ કેટલાંક પહાડી રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાયો છે... અહીંયા અમુક રાજ્યોમાં બરફની સાથે વરસાદ પડ્યો... તો હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે... ત્યારે દેશના કયા રાજ્યોમાં કેવી છે સ્થિતિ?... હવામાન વિભાગની શું છે આગાહી?... આવો જોઈએ..

દેશમાં આ વર્ષે અનેક રાજ્યોમાં બેવડી સિઝન જોવા મળી રહી છે.... આવું અમે એટલા માટે કહીએ છીએ...કેમ કે 19 એપ્રિલે હરિયાણાના કરનાલમાં કરા સાથે વરસાદ પડ્યો.... જેના કારણે ખેતરમાં પાક ઉભો હોય તેવા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો.... તો યાર્ડમાં રહેલા પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે..

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં હાલમાં ચોમાસાની હજુ શરૂઆત થઈ હોય તેવું લાગે છે... કેમકે મેઘરાજા ભરઉનાળે ધોધમાર રીતે વરસી રહ્યા છે... જેના કારણે લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે.... અને આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

પંજાબના પટિયાલા પ્રાંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસ્યો... અહીંયા પવન સાથે વરસાદ પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો... તો કેટલાંક વિસ્તારોમાં કરા પડતાં ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અહીંયા ક્લાની અને ચકતો ગામને જોડતો ફૂટ બ્રિજ ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગયો... નીચે ધસમસતી નદીનું પાણી વહેતું હોવાથી બે ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો છે.

આ પણ વાંચોઃ તમારી સહમતિથી તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી શકે? જાણો શું કહે છે કાયદો

આ તમામ દ્રશ્યો દર્શાવે છે કે દેશના ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આખી સિઝન બદલાઈ ગઈ છે... ભરઉનાળે ગરમી પડવાની જગ્યાએ વરસાદ અને બરફના કરા પડી રહ્યા છે... જોકે હજુ આ વિસ્તારના લોકોની મુશ્કેલી ઓછી થવાની નથી... કેમ કે હવામાન વિભાગ 3 દિવસ સુધી દેશના 17 શહેરોમાં માવઠાની આગાહી કરી છે...

21 એપ્રિલે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડમાં પવન સાથે વીજળી પડવાની ચેતવણી છે... અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ પડશે... તો અરૂણાચલ પ્રદેશમાં હળવા વરસાદની સંભાવના છે...

22 એપ્રિલે ઓડિશા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, અસમ અને અરૂણાચલ પ્રદેશમાં વીજળી અને ધૂળની ડમરીઓ સાથે ભારે વરસાદ પડશે... 

23 એપ્રિલે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ, આસામ, મેઘાલય અને તેલંગાણામાં ધૂળનું તોફાન આવશે... તો હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને આંધ્ર પ્રદેશમાં વીજળી પડવાની શક્યતા છે.... જ્યારે ઉત્તર પૂર્વના કેટલાંક રાજ્યોમાં વરસાદ પડી શકે છે...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More