Home> Business
Advertisement
Prev
Next

75 રૂપિયાનો શેર 2 મહિનામાં 300ને પાર, રોકાણકારોને મોટો ફાયદો, હવે કંપનીને મળ્યો 381 કરોડનો ઓર્ડર

બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 2 મહિના પહેલા 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર 2 નવેમ્બરે 10 ટકાની તેજીની સાથે 333.10 રૂપિયા પર પહોંચી ગયો છે. હવે કંપનીને બીએસએનએલ પાસેથી 381 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે. 

75 રૂપિયાનો શેર 2 મહિનામાં 300ને પાર, રોકાણકારોને મોટો ફાયદો, હવે કંપનીને મળ્યો 381 કરોડનો ઓર્ડર

નવી દિલ્હીઃ બે મહિના પહેલા બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 75 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેરમાં 2 મહિનાનો જોરદાર તેજી આવી છે અને તેના શેર 300 રૂપિયાને પાર પહોંચી ગયો છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર ગુરૂવારે 10 ટકાની તેજીની સાથે 333.10 રૂપિયા પર પહોંચી ગયા છે. ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બોન્ડાડા એન્જિનિયરિંગને સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) થી 381 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. 

5 વર્ષ માટે મળ્યું છે કામ
બોન્ડાડા એન્જિનિયરિંગે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે  ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)થી ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટનો સમયગાળો 5 વર્ષનો છે. બીએસએનએલનો આ કોન્ટ્રાક્ટ 381.27 કરોડ રૂપિયાનો છે. બોન્ડાડા એન્જિનિયરિંગના સ્ટોકે 2 નવેમ્બરે 52 સપ્તાહનો હાઈ બનાવ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 142.50 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 720 કરોડ રૂપિયાની નજીક છે. 

આ પણ વાંચોઃ આગામી સપ્તાહે લોન્ચ થશે દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો લોટ સાઇઝ અને પ્રાઇઝ બેન્ડ

આઈપીઓ પ્રાઇઝથી 310 ટકાથી વધુનો ઉછાળો
બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 75 રૂપિયાના ફિક્સ્ડ પ્રાઇઝ પર આવ્યો હતો. કંપનીના શેર 30 ઓગસ્ટ 2023ના 142.50 રૂપિયા પર લિસ્ટ થયો હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 2 નવેમ્બર 333.10 રૂપિયા પર પહોંચી ગયા છે. 75 રૂપિયાના આઈપીઓ પ્રાઇઝથી કંપનીના શેર 310 ટકા ઉપર ગયા છે. બોન્ડાડા એન્જિનિયરિંગના આઈપીઓનું ટોટલ 112.28 ગણું સબ્સક્રિપ્શન થયું હતું. કંપનીના આઈપીઓનો રિટેલ કોટા 100.05 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો આઈપીઓની બીજી કેટેગરી 115.46 ગણો સબ્સક્રાઇબ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More