Home> Business
Advertisement
Prev
Next

Hurun India Philanthropy List: શિવ નાદર 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી મોટા દાનવીર બન્યા, અઝીમ પ્રેમજી બીજા ક્રમે

Hurun India Philanthropy List Update: 119 ઉદ્યોગપતિઓએ નાણાકીય વર્ષ 2022-23માં 5 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. આ તમામ રકમ જોડી દેવામાં આવે તો તે 8445 કરોડ રૂપિયા બને છે. 
 

Hurun India Philanthropy List: શિવ નાદર 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી મોટા દાનવીર બન્યા, અઝીમ પ્રેમજી બીજા ક્રમે

Hurun India Philanthropy List 2023: દેશની દિગ્ગજ આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીઝના ફાઉન્ડર અને ચેરમેન શિવ નાદર (Shiv Nadar)સૌથી મોટા દાનવીર બનીને ઉભર્યા છે. નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન શિવ નાદરે 2042 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે, જે આ પહેલાના નાણાકીય વર્ષના મુકાબલે 76 ટકા વધુ છે. 

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે એડલગીવ હુરૂન ઈન્ડિયા પરોપકાર યાદી 2023 (EdelGive Hurun India Philanthropy List 2023)પ્રમાણે શિવ નાદર 2042 કરોડ રૂપિયાનું દાન આપી દેશના સૌથી મોટા દાનવીર બની ગયા છે. તેમણે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન દરરોજ એવરેજ 5.6 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. શિવ નાડર બાદ વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે 2022-2023માં કુલ 1774 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. જે નાણાકીય વર્ષ 2021-22ના મુકાબલે 267 ટકા વધુ છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દાન આપવાના મામલામાં ત્રીજા સ્થાન પર છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)ના માધ્યમથી 376 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. ઝીરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાનવીર બની ગયા છે. તે 12માં સ્થાન પર છે અને તેમણે 112 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. રોહિણી નીલેકણિ દાન કરનારા મહિલાઓમાં પ્રથમ સ્થાન પર છે અને તેમણે 170 કરોડ રૂપિયા દાનમાં આવ્યા છે. એડલગીવ હુરૂન ઈન્ડિયા પરોપકાર યાદી 2023 પ્રમાણે તે 10માં સ્થાન છે. 

આ પણ વાંચોઃ 75 રૂપિયાનો શેર 2 મહિનામાં 300ને પાર, હવે કંપનીને મળ્યો 381 કરોડનો ઓર્ડર

રોહિણી નીલેકણિ સિવાય અન્ય દાનવીર મહિલાઓના નામ પર ધ્યાન આપવામાં આવે તો અનુ આગા અને લીના ગાંધીએ 23 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અને બંને 40માં અને 41માં સ્થાન પર છે. કુલ દાનવીરોમાં 7 મહિલાઓ છે. 

119 ઉદ્યોગપતિએ નાણાકીય વર્ષ 2022-23માં 5 કરોડ રૂપિયા કે તેનાથી વધુની રકમ દાનમાં આપી છે. આ બધાના દાનનો ટોટલ કરવામાં આવે તો આ રકમ 8445 કરોડ રૂપિયા થાય છે. આ રકમ 2021-22ના મુકાબલે 59 ટકા વધુ છે. 2022-2023માં 14 ભારતીયોએ 100 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે, તે પહેલાના વર્ષમાં સંખ્યા માત્ર 6 રહી હતી. જ્યારે 12 લોકોએ 50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. 47એ 20 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More