Home> Gujarat
Advertisement
Prev
Next

ક્યારે મળશે ન્યાય? નવસારીની પીડિતાના પરિવારને બે વર્ષે પણ નથી મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા

સમગ્ર બનાવ પર નજર કરીએ તો નવસારીના વિજલપોર શહેરની 20 વર્ષીય યુવતી વડોદરાની OASIS સંસ્થામાં કામ કરતી હતી. 28 ઓકટોબર 2021ના રોજ વડોદરામાં રિક્ષામાં આવેલા બે નરાધમોએ તેની અસ્મત લૂંટી હતી.

ક્યારે મળશે ન્યાય? નવસારીની પીડિતાના પરિવારને બે વર્ષે પણ નથી મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ યુવતીની હત્યા

ધવલ પારેખ/નવસારી: દુષ્કર્મ બાદ શંકાસ્પદ રીતે મોતને ભેટેલી નવસારીની યુવતીના પરિવારને બે વર્ષ બાદ પણ ન્યાય નથી મળ્યો. બે વર્ષ બાદ પણ SIT આરોપીઓ સુધી પહોંચી શકી નથી. પરિવાર સરકાર સમક્ષ ન્યાયની આશા માંડીને બેઠો છે, પણ તેમના હાથમાં નિરાશા જ આવે છે. 3 નવેમ્બર 2021, આ એ કમનસીબ દિવસ છે, જેને નવસારીનો આ પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. આ એ દિવસ હતો, જ્યારે પરિવારે પોતાની યુવાન દિકરી ગુમાવી હતી. એ યુવતી સાથે જે બન્યું હતું, તે અંગે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી જાય. સામૂહિક દુષ્કર્મ બાદ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે બે વર્ષ બાદ પણ આરોપીઓ નથી પકડાયા, પરિવારને ન્યાયની જગ્યાએ ફક્ત આંસુ અને દર્દ મળ્યા છે.

શ્રીલંકા સામે ભારતનો 'મહાવિજય', ધમાકેદાર જીત સાથે કર્યો સેમીફાઈનલમાં પ્રવેશ

સમગ્ર બનાવ પર નજર કરીએ તો નવસારીના વિજલપોર શહેરની 20 વર્ષીય યુવતી વડોદરાની OASIS સંસ્થામાં કામ કરતી હતી. 28 ઓકટોબર 2021ના રોજ વડોદરામાં રિક્ષામાં આવેલા બે નરાધમોએ તેની અસ્મત લૂંટી હતી. પોતાની સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ યુવતીએ પોતાની ડાયરીમાં કર્યો હતો. જો કે તે પોતાની માતાને કહેવાની હિંમત ભેગી ન કરી શકી. આ બનાવ બાદ દિવાળીએ યુવતી પોતાના ઘરે આવી હતી. 3 નવેમ્બર 2021ના રોજ સુરત જવા માટે તે મોડી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ચઢી હતી. આ દરમિયાન કોઈ તેનો પીછો કરતું હતું. આ અંગેની જાણ યુવતીએ OASISના સંચાલક સંજીવ શાહને મોબાઈલ મેસેજથી કરી હતી. જો કે તેના બીજા દિવસે વલસાડના રેલ્વે યાર્ડમાં ટ્રેનમાંથી શંકાસ્પદ રીતે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો.

અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત! ગેસ્ટ્રોની અસર બાદ દમ તોડ્યો

આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની તપાસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની SIT બનાવી હતી. શરૂઆતમાં તો તપાસનો ધમધમાટ થયો, પણ સમય જતાં તપાસ મંદ પડી ગઈ, અધિકારીઓ બદલાતા ગયા. બે વર્ષ બાદ પણ એસઆઈટી યુવતીના ગુનેગારોને શોધી શકી નથી. તપાસ ક્યાં પહોંચી કોઈને ખબર નથી. યુવતીની માતાનું માનીએ તો તેઓ જ્યારે તપાસ અંગે પૂછપરછ કરે છે, ત્યારે પોલીસ તેમની સાથે આરોપીઓ જેવું વર્તન કરે છે. દિકરીની ડાયરી પણ પરિવારને આપવામાં નથી આવતી. જેમાં તેના મોતનું રહસ્ય છૂપાયેલું છે.

આ ગામ છે કે રણભૂમિ! ભૂકંપ જેવા ધડાકા, ધૂળનું બવંડર, ઘરોમાં તિરાડો, ટાંકા લીકેજ...

આ સમગ્ર કેસમાં વડોદરાની OASIS સંસ્થાની કામગીરી પણ શંકાના ઘેરામાં હતી. જો કે તેના પરથી પણ કોઈ પડદો નથી ઉંચકાયો. ત્યારે પીડિતાની માતાએ ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ સરકારી વકીલની માગ કરી છે. હવે જોવું એ રહેશે કે પીડિતાના પરિવારને ન્યાય ક્યારે મળે છે. 3 નવેમ્બર 2021, આ એ કમનસીબ દિવસ છે, જેને નવસારીનો આ પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. આ એ દિવસ હતો, જ્યારે પરિવારે પોતાની યુવાન દિકરી ગુમાવી હતી. એ યુવતી સાથે જે બન્યું હતું, તે અંગે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી જાય. સામૂહિક દુષ્કર્મ બાદ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે બે વર્ષ બાદ પણ આરોપીઓ નથી પકડાયા, પરિવારને ન્યાયની જગ્યાએ ફક્ત આંસુ અને દર્દ મળ્યા છે.

ભારે કરી! હવે ઊંઘમાં હાર્ટએટેક; 25 વર્ષીય યુવકને એવી રીતે હાર્ટ એટેક આવ્યો કે...

સમગ્ર બનાવ પર નજર કરીએ તો નવસારીના વિજલપોર શહેરની 20 વર્ષીય યુવતી વડોદરાની OASIS સંસ્થામાં કામ કરતી હતી. 28 ઓકટોબર 2021ના રોજ વડોદરામાં રિક્ષામાં આવેલા બે નરાધમોએ તેની અસ્મત લૂંટી હતી. પોતાની સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ યુવતીએ પોતાની ડાયરીમાં કર્યો હતો. જો કે તે પોતાની માતાને કહેવાની હિંમત ભેગી ન કરી શકી. આ બનાવ બાદ દિવાળીએ યુવતી પોતાના ઘરે આવી હતી. 3 નવેમ્બર 2021ના રોજ સુરત જવા માટે તે મોડી રાતે ગુજરાત ક્વીન ટ્રેનમાં ચઢી હતી. આ દરમિયાન કોઈ તેનો પીછો કરતું હતું. આ અંગેની જાણ યુવતીએ OASISના સંચાલક સંજીવ શાહને મોબાઈલ મેસેજથી કરી હતી. જો કે તેના બીજા દિવસે વલસાડના રેલ્વે યાર્ડમાં ટ્રેનમાંથી શંકાસ્પદ રીતે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો.

દિવાળી પહેલાં જ અંબાલાલે બોમ્બ ફોડ્યો! એવી આગાહી કરી કે ઠંડી વગર ઉપડશે ધ્રુજારી...

આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની તપાસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની SIT બનાવી હતી. શરૂઆતમાં તો તપાસનો ધમધમાટ થયો, પણ સમય જતાં તપાસ મંદ પડી ગઈ, અધિકારીઓ બદલાતા ગયા. બે વર્ષ બાદ પણ એસઆઈટી યુવતીના ગુનેગારોને શોધી શકી નથી. તપાસ ક્યાં પહોંચી કોઈને ખબર નથી. યુવતીની માતાનું માનીએ તો તેઓ જ્યારે તપાસ અંગે પૂછપરછ કરે છે, ત્યારે પોલીસ તેમની સાથે આરોપીઓ જેવું વર્તન કરે છે. દિકરીની ડાયરી પણ પરિવારને આપવામાં નથી આવતી. જેમાં તેના મોતનું રહસ્ય છૂપાયેલું છે.

પૂછવામાં આવ્યા ગંદા સવાલ, એથિક્સ કમિટીની બેઠકમાંથી નારાજ થઈ બહાર આવ્યા TMC સાંસદ

આ સમગ્ર કેસમાં વડોદરાની OASIS સંસ્થાની કામગીરી પણ શંકાના ઘેરામાં હતી. જો કે તેના પરથી પણ કોઈ પડદો નથી ઉંચકાયો. ત્યારે પીડિતાની માતાએ ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ સરકારી વકીલની માગ કરી છે. હવે જોવું એ રહેશે કે પીડિતાના પરિવારને ન્યાય ક્યારે મળે છે.. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More