Home> World
Advertisement
Prev
Next

Viral: Menstrual Blood પી જાય છે આ મહિલા, ચહેરા પર લગાવે છે અને પેન્ટિંગમાં પણ કરે છે ઉપયોગ

બાર્સિલોનામાં રહેતી 30 વર્ષની જાસ્મિન એલિસિયા કાર્ટર(Jasmine Alicia Carter) પોતાના એક અનોખા શોખના કારણે ચર્ચામાં છે.

Viral: Menstrual Blood પી જાય છે આ મહિલા, ચહેરા પર લગાવે છે અને પેન્ટિંગમાં પણ કરે છે ઉપયોગ
Updated: Jan 29, 2022, 11:11 AM IST

બાર્સિલોનામાં રહેતી 30 વર્ષની જાસ્મિન એલિસિયા કાર્ટર(Jasmine Alicia Carter) પોતાના એક અનોખા શોખના કારણે ચર્ચામાં છે. તેનું કહેવું છે કે તે menstrual blood એટલે કે માસિકધર્મ સમયે નીકળતા લોહીને એક ડ્રિંક તરીકે પીવે છે અને તેનાથી તેના સ્વાસ્થ્યમાં ખુબ સુધારો થાય છે. 

ફેસપેક તરીકે ઉપયોગ કરે છે

એટલું જ નહીં જાસ્મિન પીરિયડ પેન્ટિંગ્સ પણ બનાવે છે. તેના માટે તે menstrual blood નો ઉપયોગ કરે છે. તેનો એવો પણ દાવો છે કે આ લોહીને ચહેરા પર લગાવવાથી ત્વચા પણ ખુબ સારી થાય છે. જાસ્મિન આ દાવો પોતાના પર કરાયેલા પ્રયોગોના આધારે કરે છે. તેનું કહેવું છે કે menstrual blood ની ડ્રિંક અને ફેસપેક ઉપયોગ કરવાથી તેના સ્વાસ્થ્યમાં ખુબ સુધારો થયો છે. 

બે વર્ષના પુત્રની માતા છે જાસ્મિન
જાસ્મિન  બે વર્ષના પુત્રની માતા છે. તે તેના પતિ સૂર્યા અને પુત્ર સાથે રહે છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં પોતાને પીરિયડ આર્ટિસ્ટ ગણાવી છે. આ ઉપરાંત તે menstrualartmovement પણ ચલાવે છે. જે હેઠળ મહિલાઓને પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓ અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે જણાવવામાં આવે છે. 

fallbacks

દાવો: પીરિયડ બ્લડમાં હોય છે પોષક તત્વો
જાસ્મિનનું કહેવું છે કે મહિલાઓએ ક્યારેય પણ પોતાના પીરિયડને લઈને શરમ અનુભવવી જોઈએ નહીં. તે દરેક મહિલાની તાકાત છે. તે કહે છે કે હું મારા શરીરને ખુબ પ્રેમ કરું છું. મને મારા પીરિયડ્સમાં નીકળતું લોહી પીવામાં કોઈ જ મુશ્કેલી નથી. મારા શરીરને જે પોષક તત્વો જોઈએ છે તે તેમાં રહેલા છે. 

fallbacks

દરેક મહિલા માટે છે ખાસ
જાસ્મિનના જણાવ્યાં મુજબ menstrual blood માં એવા અનેક પોષક તત્વો હોય છે, જેની આપણા શરીરને ખુબ જ જરૂર હોય છે. જેમાં પ્રોટીન, આર્યન, કોપર, અને સેલેનિયમ જેવા પદાર્થો પ્રચુર માત્રામાં હોય છે. આ ઉપરાંત menstrual blood  ના રીજનરેટિવ સેલ્સ અને એન્ટીમાઈક્રોબાયલ ગુણ કોઈ પણ મહિલાના સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વના સાબિત થઈ શકે છે. 

fallbacks

તેનો ઉપયોગ કરતા પહેલા આ જાણો
જો કે આ સાથે તે એ પણ કહે છે કે જ્યારે મહિલાનું શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય અને તેને કોઈ બીમારી ન હોય તો તે મહિલાએ પીરિયડનું આ લોહી પીવું જોઈએ. જાસ્મિનનું કહેવું છે કે જો તમે રોજ જંક ફૂડ ખાતા હોવ તો તમારું પીરિયડનું બ્લ્ડ તમારા માટે ફાયદાકારક નહીં રહે. તમારો આહાર સારો હોવો જોઈએ. તો જ તમે તેનું સેવન કરી શકો છો. 

(આ એક વાયરલ ખબર છે.)

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે