Home> Entertainment
Advertisement
Prev
Next

Disha Vakani એ TMKOC માં વપસી માટે માંગ્યા એક એપિસોડના 1.5 લાખ રૂપિયા? જાણો સત્ય

દિશા વાકાણી એટલે કે દયા બેન (Disha Vakani) અને દિલીપ જોશી એટલે કે જેઠાલાલે (Jethalal) પોતાની કોમિક ટાઇમિંગ અને દમદાર કેમેસ્ટ્રીથી અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી છે. હવે દિશાને લઈને જે સમાચાર સામે આવ્યા છે, તેનું સત્ય અમે તમને જણાવી રહ્યાં છીએ. 
 

Disha Vakani એ TMKOC માં વપસી માટે માંગ્યા એક એપિસોડના 1.5 લાખ રૂપિયા? જાણો સત્ય

નવી દિલ્હીઃ દિશા વાકાણી (Disha Vakani) એ લોકપ્રિય ટેલીવિઝન શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) માં પોતાના પાત્ર દયાબેનની સાથે નાના પડદા પર ફેન્સનું ખુબ મનોરંજન કર્યું હતું. શો પ્રથમવાર 2008માં પ્રસારિત થયો હતો. શોના અત્યાર સુધી 3300થી વધુ એપિસોડ પૂરા થઈ ગયા છે. લાંબા સમયથી શોમાં દિશાબેનની વાપસીના સમાચાર આવી રહ્યાં છે. તેવામાં હાલમાં તેમને લઈને સામે આવ્યું કે તે કેટલીક શરતો સાથે પરત આવી રહ્યાં છે. આવો તમને જણાવીએ આ સમાચારનું સત્ય...

કરવામાં આવ્યો વાપસીનો દાવો
કહેવાની જરૂર નથી કે ફેન્સ દિશાની વાપસીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે અભિનેત્રીએ હવે પરત આવવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝ 18ના રિપોર્ટ પ્રમાણે તેણે મોટી ફી માંગી છે. રિપોર્ટ પ્રમાણે અભિનેત્રીએ એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયાની માંગ કરી છે અને તે દિવસમાં માત્ર 3 કલાક શૂટિગ કરશે. હવે આ ખબરમાં સૂત્રો પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે શોના મેકર્સ દિશાની વાપસીનો પ્રયાસ કરી રહ્યાં છે. 

અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત નહીં
પરંતુ તમે પણ આ ખબરને સાંભળીને દયાબેનને શોમાં જોવાની રાહ જોઈ રહ્યાં છો તો તમને જણાવી દઈએ કે દિશા વાકાણી કે મેકર્સે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 

આ પણ વાંચોઃ 'બ્રા'વાળા નિવેદન પર Shweta Tiwari એ માંગી માફી, કહ્યું- મેં કો-સ્ટાર સૌરભ જૈનને 'ભગવાન' કહ્યા હતા

આ શોથી શરૂ કર્યું કરિયર
દિશા વાકાણીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2004માં લોકપ્રિય ટીવી શો ખિચડીથી કરી હતી. ત્યારબાદ તે ગુજરાતી શોમાં જોવા મળ્યા હતા. પરંતુ તેમને લોકપ્રિયતા તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી મળી હતી. 

2017થી છે ગાયબ
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની પત્ની અને ટપ્પીની માતાની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીએ 2017માં શોથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી તે શોમાં પરત આવી નથી. પરંતુ હંમેશા અહેવાલ આવતા રહે છે કે તે જલદી શોમાં વાપસી કરવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More