Home> World
Advertisement
Prev
Next

વિજય માલ્યાએ ટ્વીટ કરી આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા, લોકોએ કહ્યું- આજે SBI બંધ છે

વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો છે. સરકાર માલ્યાને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં  માલ્યાએ ટ્વીટ કર્યું તો સોશિયલ મીડિયા યૂઝર્સે તેને બેન્કના પૈસા પરત આપવાનું કહ્યું. ઘણા યૂઝર્સે કહ્યું કે દેશમાં પરત આવી જાવ. 

વિજય માલ્યાએ ટ્વીટ કરી આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા, લોકોએ કહ્યું- આજે SBI બંધ છે

લંડનઃ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ વચ્ચે ભાગેડૂ વિજય  માલ્યાએ ગણેશ ચતુર્થી પર ટ્વીટ કર્યું. તેના આ ટ્વીટ પર યૂઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા યૂઝર્સે માલ્યાને પૈસા પરત કરવાની માંગ પણ કરી છે. 

હકીકતમાં વિજય માલ્યા હજારો કરોડ રૂપિયાના કૌભાંડના મામલામાં ભારતમાં વોન્ટેડ છે. સરકાર માલ્યાને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં જ્યારે માલ્યાએ ટ્વીટ કર્યું તો સોશિયલ  મીડિયા યૂઝર્સ તેની પાસે પૈસા પરત આપવાની માંગ કરવા લાગ્યા હતા. 

'ઘર આ જા પરદેસી, તેરા દેશ બુલાએ'
નોંધનીય છે કે માલ્યાએ 31 ઓગસ્ટે બપોરે ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપતું ટ્વીટ કર્યું. થોડા સમયમાં તેનું ટ્વીટ વાયરલ થઈ ગયું. કોઈએ તેને દેશમાં પરત આવવા તો કોઈએ બેન્કના પૈસા લૂંટવાની વાત કહી. 

વિશાલ વૈભવ નામના એક યૂઝરે લખ્યું- પૈસા ક્યારે પાછા આપવાનો છે? તો અનુરાગ નિગમે કહ્યુ- અરે પૈસા પરત કરી તો તો તહેવાર હેપ્પી થઈ જશે. વિરાટ નામનો યૂઝર લખે છે, 
'ઘર આ જા પરદેસી, તેરા દેશ બુલાએ'

રાઘવે લખ્યુ- ક્યાં છો શેઠ આજકાલ. આવો ક્યારેક એસબીઆઈ બ્રાન્ચ પર. તેના પર યૂઝર અશ્વિનીએ જવાબ આપ્યો- લંચ બાદ આવશે. કેટલાક યૂઝર્સો એ કહ્યું કે ભારતની બેન્ક વિજય માલ્યાના આતૂરતાપૂર્વક રાહ જોઈ રહી છે. 

આરકે સાહૂ નામના એક યૂઝરે તો વિજય માલ્યાના નામનો સંધિ વિચ્છેદ કરી દીધો હતો. તો ઘણા યૂઝરે વિજય માલ્યાને ટ્રોલ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More