Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રેમની શંકામાં તાલિબાની સજા: યુવકને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું! પરિવારે ઝાડ સાથે બાંધીને...

ખંભાત તાલુકાના હરિપુરા ગામે રહેતા મેઘરાજસિંહ પ્રતાપસિંહ પરમારને બદલપુરની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે સોમવારે સાંજના સુમારે યુવક યુવતીને મળવા માટે આવ્યો હતો.

પ્રેમની શંકામાં તાલિબાની સજા: યુવકને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું! પરિવારે ઝાડ સાથે બાંધીને...

બુરહાન પઠાણ/આણંદ: બોરસદ તાલુકાના બદલપુર ગામે પ્રેમની શંકામાં તાલિબાની સજા કરવામાં આવી હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વિરસદ પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાત તાલુકાના હરિપુરા ગામે રહેતા મેઘરાજસિંહ પ્રતાપસિંહ પરમારને બદલપુરની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની શંકાના આધારે સોમવારે સાંજના સુમારે યુવક યુવતીને મળવા માટે આવ્યો હતો, એવી યુવતીના પરિવારજનોને ખબર પડી જતાં તેને પકડી લીધો હતો. એક ઝાડ સાથે દોરડાથી બાંધી દઈને લાકડીથી તેમજ લાફાનો અને ગડદાપાટુનો માર મારતો વીડિયો જ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

પીડિત મેઘરજના જણાવ્યા અનુસાર તેના ઘરે લગ્ન પ્રસંગ હોય બદલપુરના વિજયભાઈ મંડપવાળાને મંડપ બાંધવાનું કામ સોંપ્યું હતુ. જેમાં બાકી પૈસાને લઈને છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચે તકરાર ચાલી રહી હતી. દરમ્યાન સોમવારે સાંજના સુમારે મેઘરાજ દુધ ભરવા માટે ગયો હતો, જ્યાં વિજયભાઈ મંડપવાળા અને તેમના ઘરના સભ્યોએ તેને પકડીને પ્રેમપ્રકરણનું રૂપ આપીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં ઉતારી લીઘો હતો અને આજે સવારથી જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યો હતો.  

વાઇરલ વીડિયોમાં યુવકને ઝાડ સાથે બાંધેલી હાલતમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેમજ એક વૃધ્ધ યુવકના વાળ પકડીને માર મારતાં નજરે પડે છે તેની આસપાસ અન્ય યુવકોનું ટોળું પણ જમા થયેલું જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ખંભાતના એએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરિપુરા રહેતા પીડિત યુવક મેઘરાજ પરમારને પોલીસ મથકે બોલાવી તેને બોલાવી તેને આપેલ તાલીબાની ઘટના અંગેની ફરિયાદ લઇ વિરસદ પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More