Home> World
Advertisement
Prev
Next

Pentagon Lockdown: અમેરિકાના રક્ષા વિભાગની ઈમારત પેન્ટાગનમાં તાબડતોબ લોકડાઉન લગાવાયું, જાણો શું છે મામલો

અમેરિકાના રક્ષા વિભાગની ઈમારત પેન્ટાગનમાં તાબડતોબ લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

Pentagon Lockdown: અમેરિકાના રક્ષા વિભાગની ઈમારત પેન્ટાગનમાં તાબડતોબ લોકડાઉન લગાવાયું, જાણો શું છે મામલો

વોશિંગ્ટન: અમેરિકાના રક્ષા વિભાગની ઈમારત પેન્ટાગનમાં તાબડતોબ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. કોઈને પણ બહાર જવાની મંજૂરી નથી. રિપોર્ટ્સ મુજબ પાસેના ટ્રાન્ઝિટ હબ પર ફાયરિંગના અવાજ સંભળાયા છે. કેટલાક રિપોર્ટ્સમાં તો ઓછામાં ઓછા બે લોકોના ઘાયલ થવાનો દાવો પણ કરાયો છે. કહેવાયું છે કે હુમલાખોર હજુ પણ સક્રિય છે. ઘટનાથી વિસ્તારમાં તણાવ છે અને લોકોને દૂર રહેવાનું કહેવાયું છે. 

CNN ના રિપોર્ટ મુજબ મેટ્રો બસ પ્લેટફોર્મ પર આ ઘટના ઘટી છે. જે પેન્ટાગન આવવા માટે મોટું પ્રવેશદ્વાર છે. જ્યાંથી હજારો લોકો આવે છે. પેન્ટાગન ફોર્સ પ્રોટેક્શન એજન્સીના પ્રવક્તા ક્રિસ લેમેને કહ્યું કે હાલ વિસ્તાર સુરક્ષિત નથી અને લોકોએ અહીંથી દૂર રહેવું જોઈએ. જો કે તેમણે શૂટિંગની વાત કન્ફર્મ કરી નથી. કે કોઈના ઘાયલ થવાની પુષ્ટિ પણ કરી નથી. 

ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના રિપોરટ્માં આર્લિંગટન કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટના હવાલે અમેરિકી સેનાના હેડક્વાર્ટરની  બહાર અનેક લોકો ઘાયલ થયાનો દાવો કરાયો છે. એજન્સીના પત્રકારોએ પોલીસને 'શૂટર' બોલતા સાંભળ્યા છે પરંતુ અધિકૃત રીતે ફાયરિંગની પુષ્ટિ થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More