Home> World
Advertisement
Prev
Next

કોવિડ ટેસ્ટની જગ્યાએ બોસનો મોકલ્યો એવો રિપોર્ટ, શરમથી ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું થયું

બ્રિટનમાં એક યુવતી સાથે કઈંક એવું થયું કે જેના કારણે બોસ સામે તે શરમથી લાલચોળ થઈ ગઈ.

કોવિડ ટેસ્ટની જગ્યાએ બોસનો મોકલ્યો એવો રિપોર્ટ, શરમથી ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું થયું

નવી દિલ્હી: બ્રિટનમાં એક યુવતી સાથે કઈંક એવું થયું કે જેના કારણે બોસ સામે તે શરમથી લાલચોળ થઈ ગઈ. એક યુવતીએ સ્વીકાર્યું કે તેની ઓફિસમાં કોવિડ રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો પરંતુ તેણે બોસને સેક્સ્યુઅલ બીમારીનો રિપોર્ટ મોકલી દીધો. આ કારણે તેણે ખુબ શરમનો સામનો કરવો પડ્યો. 

ઘટનાનો વીડિયો શેર કર્યો
Daily Star ના રિપોર્ટ મુજબ મહિલા કેટી ફ્લાઈટે તેના ટિકટોક એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે તેની સાથે ઘટેલી આ ઘટના અંગે જણાવ્યું છે. 

કોવિડની જગ્યાએ મોકલી દીધો એસટીઆઈ રિપોર્ટ
તેણે વીડિયોમાં કહ્યું કે તેની એક ભૂલના કારણે તેનો ચહેરો શરમથી લાલચોળ થઈ ગયો હતો. તેણે  કહ્યું કે કોવિડ ટેસ્ટના રિપોર્ટની જગ્યાએ તેણે એસટીઆઈનો રિપોર્ટ મોકલી દીધો. 

વીડિયો ઝડપથી થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયો જોયા બાદ યૂઝર્સ તેના પર ખુબ રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના પર અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. 

યૂઝર્સના રિએક્શન
આ સમગ્ર ઘટના ટિકટોક પર જોયા બાદ એક યૂઝરે લખ્યું કે  "Screaming HAHAHAH." જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે આ માટે સીધી રીતે તમે જ જવાબદાર છો. જ્યારે અન્ય કેટલાક લોકો તેના પર મજા લઈ રહ્યા છે કે આ વીડિયો જ્યારે તમારો બોયફ્રેન્ડ જોશે તો તેનું શું રિએક્શન હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More