Home> Sports
Advertisement
Prev
Next

SA v IND: હવે કેપટાઉનનો વારો! શું ટીમ ઈન્ડિયા રચી શકશે ઈતિહાસ, કેવો છે ન્યૂલેન્ડ્સમાં રેકોર્ડ?

ભલે કેપટાઉનમાં ભારતીય ટીમે અત્યાર સુધી ક્યારેય કોઈ જીત હાંસલ કરી નથી. પરંતુ તેની પહેલાં બ્રિસ્બેન અને સેન્ચુરિયનમાં તિરંગો ફરકાવીને ટીમે એ જણાવી દીધું કે જૂનો રેકોર્ડ કોઈ મહત્વનો હોતો નથી.

SA v IND: હવે કેપટાઉનનો વારો! શું ટીમ ઈન્ડિયા રચી શકશે ઈતિહાસ, કેવો છે ન્યૂલેન્ડ્સમાં રેકોર્ડ?

નવી દિલ્લી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. જેમાં પહેલી ટેસ્ટમાં ભારતનો વિજય થયો. જ્યારે બીજી ટેસ્ટ દક્ષિણ આફ્રિકાએ જીતીને સિરીઝમાં બરોબરી કરી લીધી છે. હવે મુકાબલો બરોબરી પર આવી ગયો છે. 30 વર્ષના ઈતિહાસમાં ભારતની પાસે સિરીઝ જીતવાની સુવર્ણ તક છે. હવે વાત કરો યા મરોની છે. જે પણ ટીમ કેપટાઉનમાં ટેસ્ટ જીતશે,તે ત્રણ મેચની સિરીઝ પર કબજો કરી લેશે. ત્રીજી ટેસ્ટ મેચ ન્યૂલેન્ડ્સના મેદાન પર 11 જાન્યુઆરીથી શરૂ થશે.

કેવો છે ન્યૂલેન્ડ્સમાં ભારતનો રેકોર્ડ:
કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ભારતનો ઈતિહાસ અત્યંત ખરાબ છે. 29 વર્ષમાં ટીમ ઈન્ડિયા આ મેદાન પર એકપણ મેચ જીતી શકી નથી. 1993માં મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં ભારતે કેપટાઉનમાં પહેલી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત એકપણ મેચ જીતી શક્યું નથી. અહીંયા રમાયેલી પાંચમાંથી ત્રણ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે.

કેપટાઉનમાં ટીમ ઈન્ડિયા:
મેચ - 5
જીત- 0
હાર - 3
ડ્રો - 2

ICC એ જાહેર કર્યા ટી20 ક્રિકેટમાં નવા કડક નિયમ, જો આવી ભૂલ થઈ તો આખી ટીમને સજા

અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચમાં કેવું રહ્યું ટીમનું પ્રદર્શન:

1. 1993માં ભારતે સૌથી પહેલાં કેપટાઉનમાં ટેસ્ટ મેચ રમી. ત્યારે કપિલ દેવ, તેંડુલકર જેવા મોટા સ્ટાર ક્રિકેટરો ટીમમાં હતા. પરંતુ તેમ છતાં ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.

2. ચાર વર્ષ પછી એટલે કે 1997માં કેપ્ટનશીપ સચિન તેંડુલકર સંભાળી રહ્યા હતા. ત્યારે હેન્સી ક્રોન્યેની ટીમે ભારતને 282 રનથી શરમજનક પરાજય આપ્યો.

3. 2007માં કેપ્ટનશીપ બદલવામાં આવી. પરંતુ ટીમનું નસીબ બદલાયું નહીં. સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ગ્રીમ સ્મિથની ટીમે દ્વવિડ સેનાને 5 વિકેટથી હાર આપી.

4. 2011માં મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન બન્યો અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ટીમને લઈને ગયો. તેણે હારને ડ્રોમાં ફેરવી દીધી પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.

5. 2018ની છેલ્લી ટૂરમાં કેપ્ટન વિરાટ કોહલી હતો. તેમ છતાં પણ પરિણામમાં કોઈ ફરક આવ્યો ન હતો. ટીમનો 72 રનથી પરાજય થયો હતો.

માત્ર 1000થી પણ ઓછામાં માણો હવામાં ઉડવાની મઝા! આજે છેલ્લી તક છે ચૂકતા નહીં

મેદાનમાં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન કેવું છે:
કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર યજમાન ટીમનો રેકોર્ડ પણ કંઈ સારો નથી. અહીયા રમાયેલી 58 ટેસ્ટમાંથી ટીમને 26માં જીત અને 21 મેચમાં હાર મળી છે. આ મેદાનની વિશેષતા એ છેકે ત્યાં અત્યંત સ્પોર્ટિંગ વિકેટ મળે છે. ડ્રોમાં પરિણમેલી મેચ અત્યંત ઓછી છે. 58માંથી માત્ર 11 મેચ જ ડ્રોમાં પરિણમી છે. આ સિરીઝનું પરિણામ પણ આ મેદાનથી જ આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More