Home> World
Advertisement
Prev
Next

OMG, યુવકે 6 લીટર વેસેલિનથી બાવડા ફૂલાવ્યા...કિસ્સો જાણી ચક્કર ખાઈ જશો

બોડી બિલ્ડર (Body Builder) બનવું એ આજકાલના યુવકોનો ગજબનો શોખ થઈ ગયો છે. કેટલાક તો બોડી બનાવવા માટે જીમમાં પરસેવો પાડે છે તો કેટલાક વધુ બોડી ફૂલાવવાના(biceps) ચક્કરમાં બીજા ઉપાયો અજમાવવા માડે છે.

OMG, યુવકે 6 લીટર વેસેલિનથી બાવડા ફૂલાવ્યા...કિસ્સો જાણી ચક્કર ખાઈ જશો

નવી દિલ્હી: બોડી બિલ્ડર (Body Builder) બનવું એ આજકાલના યુવકોનો ગજબનો શોખ થઈ ગયો છે. કેટલાક તો બોડી બનાવવા માટે જીમમાં પરસેવો પાડે છે તો કેટલાક વધુ બોડી ફૂલાવવાના(biceps) ચક્કરમાં બીજા ઉપાયો અજમાવવા માડે છે. આવું જ કઈક રશિયાના એક યુવકે કર્યું જે તેને ભારે પડી ગયું. મોતના મુખમાં પહોંચી ગયો. યુવકે પોતાના બાઈસેપ્સ કાર્ટુન કેરેક્ટર પોપાય (Popeye)ની જેમ ફૂલાવ્યાં હતાં. ડોક્ટરે જ્યારે ખુબ સમજાવ્યો તો તેણે સર્જરી કરાવી અને જીવ બચ્યો. 

રશિયાનો કિરિલ તેરિશિન (Kirill) 23 વર્ષનો છે અને તે મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA)નો ફાઈટર છે. બોડી સારી હોવી એ  તેના માટે ખુબ જરૂરી છે. આવામાં તે વર્જિશ કરે છે. ત્યારબાદ પણ તેની બોડી બનાવવાની ઈચ્છા ઘટી નહીં કારણ કે તે વધુ મોટા બાઈસેપ્સ ઈચ્છતો હતો. 

પોતાના બાઈસેપ્સ વધુ મોટા અને ફૂલેલા બતાવવા માટે તેણે પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલિનનો ઉપયોગ કર્યો. તેણે પોતાના બંને બાઈસેપ્સમાં 3-3- લીટર વેસેલિન ઈન્જેક્શન દ્વારા ભર્યું. ત્યારબાદ તેના બાઈસેપ્સ બરાબર કાર્ટુન કેરેક્ટર પોપાયની જેમ ફૂલી ગયાં. તેના બાઈસેપ્સ તો જરૂર ફૂલી ગયા પરંતુ તેની તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી. 

તેરેશિનને ડોક્ટરોએ સલાહ આપી કે તે પેટ્રોલિયમ જેલીથી ભરેલા બાઈસેપ્સથી છૂટકારો મેળવી લે નહીં તો તેનું મોત થઈ શકે છે અને કાંતો પછી તેણે બેમાંથી એક હાથ ગુમાવવો પડશે. ત્યારબાદ એક કેમ્પેઈનર એલાના મૈમેવાએ સર્જરી માટે તેને મનાવ્યો અને આ માટે એલાનાએ પૈસાની પણ વ્યવસ્થા કરી. ડોક્ટરોએ અઢી  કલાક ઓપરેશન કર્યું. જો કે ડોક્ટરોનું કહેવું છે કે હજુ પણ તેરેશિનને વધુ સર્જરીની જરૂર છે. 

જુઓ LIVE TV

સર્જન દમિશ્રી મેલ્નિકોવના જણાવ્યાં મુજબ કિરિલે સિન્થોલ છોડીને 3-3 કિગ્રા સસ્તુ વેસેલિન પોતાના બાઈસેપ્સમાં ઈન્જેક્શન દ્વારા ભર્યું. સિન્થોલ એક પ્રકારનું તેલ છે જેને બોડી બિલ્ડરો  પોતાનું વધુ બોડી દેખાડવા માટે વાપરે છે. 

ડોક્ટરોના જણાવ્યાં મુંજબ બાઈસેપ્સમાં વેસેલિન ભરવાના કારણે ટીશ્યુ ખરાબ થઈ ગયા હતાં. તેના હાથોમાં લોહીનું ભ્રમણ અટકી ગયું હતું. બધુ સર્જરીની મદદથી ઠેકાણે પાડ્યું. તેરેશિનને વેસેલિન ભરવાના કારણે ખુબ તાવ અને દુખાવો તથા નબળાઈ રહેતી હતી. ડોક્ટરોના જણાવ્યાં મુજબ પેટ્રોલિયમ જેલી સમગ્ર શરીર પર નકારાત્મક પ્રભાવ પાડે છે. ખાસ કરીને કિડની પર અસર પડે છે. પેટ્રોલિયમ જેલી ફક્ત બાહ્ય ઉપયોગ માટે છે. તે શરીરની અંદરના ઉપયોગ માટે નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More