Home> Sports
Advertisement
Prev
Next

ગજબઃ બંન્ને હાથે કરી બોલિંગ અને બંન્ને હાથે ઝડપી વિકેટ, જુઓ Video

સાઉથ આફ્રિકામાં રમાઇ રહેલી મંઝાસી સુપર લીગમાં આ દિવસોમાં એક એવો બોલર ચર્ચાનો વિષય છે, જે બંન્ને હાથથી બોલિંગ કરી શકે છે. આ બોલરનું નામ ગ્રેગોરી માહલોકવાના છે. 

ગજબઃ બંન્ને હાથે કરી બોલિંગ અને બંન્ને હાથે ઝડપી વિકેટ, જુઓ Video

નવી દિલ્હીઃ ક્રિકેટની રમતમાં ઘણી વખત ચમત્કાર જોવા મળે છે. ટી20 ફોર્મેટ આવ્યા બાદ જેમ-જેમ ક્રિકેટ સ્પર્ધાત્મક થઈ રહ્યું છે, તેમ-તેમ રમતમાં ચોંકાવનાર કારનામા કરનાર નવા-નવા ખેલાડી પણ ચર્ચામાં આવી રહ્યાં છે. આ દિવસોમાં દક્ષિણ આફ્રિકામાં મંઝાસી સુપર લીગ રમાઇ રહી છે. આ લીગમાં કેપટાઉન બ્લિટ્સની ટીમમાં એક એવો બોલર પણ છે, જે બંન્ને હાથે બોલિંગ કરવામાં માહેર છે. 

બંન્ને હાથે બોલિંગ કરનાર આ બોલરનું નામ છે- ગ્રેગોરી માહલોકવાના (gregory mahlokwana). ગ્રેગોરી સ્લો લેફ્ટ આર્મ સ્પિન અને રાઇટ આર્મ સ્પિન બંન્ને તરફથી સરળતાથી બોલિંગ કરી લે છે. પોતાની પાછલી મેચમાં જ્યારે તે ડરબન હીટ વિરુદ્ધ મેચ રમવા ઉતર્યો તો તેણે બંન્ને હાથથી બોલિંગમાં એક-એક વિકેટ પોતાના નામે કરી હતી. 

મંઝાસી સુપર લીગના ટ્વીટર હેન્ડલ પર આ મેચમાં તેણે ઝડપેલી વિકેટના બંન્ને વીડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિઓ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યાં છે. આ મેચમાં સૌથી પહેલા ગ્રેગોરીને 8મી ઓવરમાં બોલિંગ કરવાની તક મળી, તો તે પોતાના જમણા હાથે બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે સેરેલ ઇરવીને આઉટ કર્યો હતો. 

INDvsBAN: વિરાટ કોહલીએ રેકોર્ડ જીત બાદ કહ્યું- એકપણ દિવસ નથી કરતો આરામ 

ત્યારબાદ પોતાની આગામી ઓવર (ઈનિંગની 10મી)માં તેણે બોલિંગ કરવા માટે ડાબા હાથની પસંદગી કરી હતી. આ વખતે ગ્રેગોરી માહલોકવાનાએ ડરબન હીટના કેપ્ટન ડેન વિલાસને બોલ્ડ કર્યો હતો. આ તેની બીજી વિકેટ હતી. આ મેચમાં ગ્રેગોરીએ 3 ઓવર બોલિંગ કરી 26 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી. ગ્રેગોરીની ટીમે આ મેચ 10 રને પોતાના નામે કરી હતી. ગ્રેગોરી હાલ આફ્રિકાનો ડોમેસ્ટિક ક્રિકેટર છે, જેણે અત્યાર સુધી 6 ફર્સ્ટક્લાસ, 25 લિસ્ટ એ અને 20 ટી20 મેચ રમી છે. 

લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More