Home> World
Advertisement
Prev
Next

રશિયાએ યુક્રેન પર છોડ્યો વેક્યૂમ બોમ્બ? જાણો કેટલો ખતરનાક છે આ બોમ્બ

યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. વેક્યૂમ બોમ્બ ન્યૂક્લિયર બોમ્બ બાદ સૌથી ખતરનાક ગણાય છે. જેને રશિયાએ 'ફાધર ઓફ ઓલ બોમ્બ' નામ પણ આપ્યું છે. 

રશિયાએ યુક્રેન પર છોડ્યો વેક્યૂમ બોમ્બ? જાણો કેટલો ખતરનાક છે આ બોમ્બ

Russia Ukraine War: યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિએ હાલમાં જ દેશની ન્યૂક્લિયર ફોર્સને તૈયાર કરવા માટે કહ્યું હતું. વેક્યૂમ બોમ્બ ન્યૂક્લિયર બોમ્બ બાદ સૌથી ખતરનાક ગણાય છે. જેને રશિયાએ 'ફાધર ઓફ ઓલ બોમ્બ' નામ પણ આપ્યું છે. 

આ દાવો યુક્રેનના અમેરિકામાં રાજદૂત ઓકસાના માર્કારોવાએ કર્યો. તેમણે કહ્યું કે રશિયાએ આ વિનાશક બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બને જીનેવા કન્વેન્શન દરમિયાન બેન કરાયો હતો. ઓકસાના માર્કારોવાએ દાવો કર્યો છે કે રશિયાએ આ બોમ્બનો ઉપયોગ એરસ્ટ્રાઈક દરમિયાન કર્યો. આ ઉપરાંત યુક્રેનમાં ઓખતિર્કાના મેયરે પણ આ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે રશિયા પર વેક્યૂમ બોમ્બ છોડવાનો આરોપ લગાવ્યો છે. 

સીએનએનએ જે રિપોર્ટ દર્શાવ્યો છે તે મુજબ શનિવારે  બપોરે રશિયાના થર્મોબારિક મલ્ટીપલ રોકેટ લોન્ચર યુક્રેન બોર્ડર લોન્ચ કરાયા હતા. જ્યારે વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ કહ્યું કે એવા રિપોર્ટ જરૂર છે, પરંતુ આ અંગે કોઈ અધિકૃત જાણકારી નથી. જેને કહ્યું કે જો આ સાચુ હોય તો યુદ્ધમાં કરાયેલો સૌથી મોટો અપરાધ ગણાશે. 

આ બોમ્બ કેટલો ખતરનાક
આમ તો વેક્યૂમ બોમ્બને અધિકૃત રીતે Thermobaric weapons પણ કહે છે. જે દુનિયાના સૌથી ખતરનાક હથિયારોમાંથી એક છે. તેની અંદર એક્સપ્લોઝિવ ફ્યૂલ અને કેમિકલ ભરેલું હોય છે. જે વિસ્ફોટ થયા બાદ સુપરસોનિક તરંગો પેદા કરે છે. એકવાર જો તે ફાટે તો વિસ્ફોટ થતા તેના રસ્તામાં જે પણ આવે તે બધુ તબાહ થઈ જાય છે. આ બોમ્બ મોટો વિસ્ફોટ કરવા માટે આસપાસનો ઓક્સિજન શોષી લે છે. 

આ તે કેવો હુમલો, બની ગઈ પેન્ટિંગ
આ બાજુ રશિયાના યુક્રેન પર હુમલા દરમિયાન અનેક ઊંચી ઈમારતો પર પેન્ટિંગ બની ગઈ છે. આ લાલ અને નારંગી રંગની ક્રોસ સાઈનમાં છે. આ અજીબ પેન્ટિંગ કિવ ઉપરાંત ખારકિવ અને અન્ય શહેરોમાં પણ જોવા મળી છે. 

વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More