Home> World
Advertisement
Prev
Next

VIDEO : નાગાલેન્ડ પોલીસે રફીના સુપરહીટ ગીત પર કરી પરેડ, બચ્ચન બોલ્યા, "વાહ....!"

અધિકારીઓ જવાનોને પ્રેક્ટિસ કરાવતા ગીત ગાય છે, "ઢલ ગયા દિન, હો ગઈ શામ, જાના હૈ, જાને દો... અભી-અભી તો આયે હૈ, અભી-અભી જાના હૈ, આગે જા કે ક્યા કરૂંગા, પીછે.... મુડ.."
 

VIDEO : નાગાલેન્ડ પોલીસે રફીના સુપરહીટ ગીત પર કરી પરેડ, બચ્ચન બોલ્યા,

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર આજકાલ નાગાલેન્ડ પોલીસનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાગાલેન્ડ પોલીસના જવાનો પરેડ કરી રહ્યા છે, પરંતુ આ પરેડ એટલી મનોરંજક છે, જેના કારણે વીડિયો જોનારના મોઢા પર સ્મિત આવ્યા સિવાય રહેતું નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી છવાઈ ગયો છે. 

આ વીડિયોમાં નાગાલેન્ડ પોલીસના જવાનો જૂની હિન્દી ફિલ્મ 'હમજોલી'ના ગીત 'ઢલ ગયા દિન, હો ગઈ શામ' પર પરેડ કરકી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે તે અનુસાર પોલીસ અધિકારી ગીત ગાતા-ગાતા જવાનોને પરેડ કરાવી રહ્યો છે અને જવાન પણ અધિકારી સાથે તાલથી તાલ મિલાવી રહ્યા છે. અધિકારીઓ જવાનોને પ્રેક્ટિસ કરાવતા ગીત ગાય છે, "ઢલ ગયા દિન, હો ગઈ શામ, જાના હૈ, જાને દો... અભી-અભી તો આયે હૈ, અભી-અભી જાના હૈ, આગે જા કે ક્યા કરૂંગા, પીછે.... મુડ.."

આ વીડિયો જેની પાસે ગયો છે તેણે શેર કર્યો છે. બોલિવૂડની સેલિબ્રિટીઝ પણ આ વીડિયો પર આફરીન પોકારી ગઈ છે. આ વીડિયો ફરતા-ફરતા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે પણ પહોંચી ગયો હતો. તેમણે પણ આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, "સ્માશિંગ, ક્યા રૂટીન હૈ...".

આ વીડિયો માત્ર ટ્વીટર જ નહીં પરંતુ ફેસબૂક, વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયાના અન્ય તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જેની પાસે આ વીડિયો જાય છે તે શેર કરવાનું ચૂકતો નથી. 

જૂઓ LIVE TV.....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More