Home> India
Advertisement
Prev
Next

કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશ અને આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત

મોદી સરકારમાં મંત્રી રહેલા કલરાજ મિશ્રને રાષ્ટ્રપતિએ હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રતને ગુજરાતનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આદેશ અનુસાર કાર્યભાર સંભાળવાની તારીખથી જ તેમની નિયુક્તિ પ્રભાવી માનવામાં આવશે. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ રાજ્યપાલનાં પદ પર આ પ્રકારની આ પહેલી મોટી નિયુક્તિ છે. 

કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશ અને આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત

નવી દિલ્હી : મોદી સરકારમાં મંત્રી રહેલા કલરાજ મિશ્રને રાષ્ટ્રપતિએ હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રતને ગુજરાતનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આદેશ અનુસાર કાર્યભાર સંભાળવાની તારીખથી જ તેમની નિયુક્તિ પ્રભાવી માનવામાં આવશે. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ રાજ્યપાલનાં પદ પર આ પ્રકારની આ પહેલી મોટી નિયુક્તિ છે. 

પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ, સિદ્ધુએ મંત્રી પદેથી રાજીનામું આપતા CM અમરિન્દરે આપ્યું આ નિવેદન
કલરાજ મિશ્ર અગાઉ મોદી સરકારમાં 2017 સુધી સુક્ષ્મ અને લઘુ અને ઉદ્યમ મંત્રી (MSME) મંત્રી રહી ચુક્યા છે. જ્યારે ત્રણ વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા છે. 2019ની ચૂંટણી પહેલા અનેક મુદ્દાની જવાબદારીઓ તેમને આપી છે, જેના કારણે હવે તેઓ ચૂંટણી નહી લડે તેવી તેમણે જાહેરાત કરી હતી. તેમના અનુસાર તેઓ હવે ચૂંટણી નહી લડીને સંગઠન માટે કામ કરવા માંગે છે.

શાહે કહ્યું- ‘ઓવૈસી સાહેબ સાંભળવાની આદત પાડો,’ જવાબ મળ્યો- ‘મને ડર લાગે છે...’

સોલન દુર્ઘટના: સેનાના 13 જવાનો સહિત 14 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, 2014 બાદ 75 વર્ષથી વધારે ઉંમરનાં વરિષ્ઠ નેતાઓ સક્રિય રાજનીતિથી રિટાયર થઇ ગયા હતા અથવા તો કરી દેવામાં આવ્યા હતા. જેના આધારે 2017માં કલરાજ મિશ્રએ મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. મોદી સરકારે એક વણલખ્યો નિયમ બનાવ્યો છે કે તેઓ 70-75 વર્ષની વયે નેતાને સક્રિયરાજનીતિમાંથી વિદાય કરી દે છે. 

બાલાકોટ હુમલાના 4 મહિના થવા છતાં પણ થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન, બચાવમાં કર્યું આ કામ 
આચાર્ય દેવવ્રત
બીજી તરફ આચાર્ય દેવવ્રત બીનરાજનીતિક પૃષ્ટભુમિમાંથી આવે છે. તેઓ 2015માં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા હતા. તે અગાઉ તેઓ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરૂકુળના પ્રિંસિપલ રહ્યા. આર્યસમાજ પ્રચારક તરીકે તેમણે ખેડૂતો, નશા મુક્ત સમાજ, ગામનાં જીવન સ્તરનાં ઉત્થાન, આયુર્વેદ, નેચરોપથી અને જૈવીક ખેતી સહિત અનેક સમાજિક મુદ્દાઓ માટે કામ કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More