Home> World
Advertisement
Prev
Next

Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડરની હત્યાનો VIDEO વાયરલ

શું ઈરાને પોતાના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહ (Mohsen Fakhrizadeh)ના મોતનો બદલો લઈ લીધો? આ સવાલ ઊભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોથી. જેમાં ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના કમાન્ડરની હત્યાની વાત કરવામાં આવી છે. ઈરાને મોસાદ પર ફખરીજાદેહની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને બદલો લેવાની ધમકી પણ આપી હતી. 

Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડરની હત્યાનો VIDEO વાયરલ

તહેરાન: શું ઈરાને પોતાના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહ (Mohsen Fakhrizadeh)ના મોતનો બદલો લઈ લીધો? આ સવાલ ઊભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોથી. જેમાં ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના કમાન્ડરની હત્યાની વાત કરવામાં આવી છે. ઈરાને મોસાદ પર ફખરીજાદેહની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને બદલો લેવાની ધમકી પણ આપી હતી. 

કિસાન આંદોલનથી બ્રિટન-કેનેડામાં ભારતીય દૂતાવાસોને ખતરો! લંડનમાં વધી સુરક્ષા

ગુપ્તચર ટીમે આપ્યો અંજામ
ઈરાનના મીડિયાએ આ જાણકારી આપતા કહ્યું કે ઈઝરાયેલ(Israel) ની રાજધાની તેલ અવીવમાં 45 વર્ષના મોસાદ (Mossad)ના કમાન્ડર ફહમી હિનાવીની હત્યા કરવામાં આવી. હત્યા કઈ રીતે કરાઈ તેની હજુ જાણ થઈ નથી. સોશિયલ મીડિયા પર લોકો તેને ઈરાનનો બદલો ગણાવી રહ્યા છે. અનેક દાવા છે કે ઈરાનની ગુપ્તચર ટીમે આ વારદાતને અંજામ આપ્યો. 

પાકિસ્તાનઃ બદલો લેવા માટે સહકર્મીને ચોડી દીધુ તસતસતું ચુંબન, પછી કહ્યું- 'કોરોના પોઝિટિવ છું'

ખોટા છે ન્યૂઝ
સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને હિનાવી ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ વીડિયોના નકલી હોવાના દાવા પણ થઈ રહ્યા છે. સાઉથફ્રન્ટ નામની વેબસાઈટ પર કહેવાયું છે કે મોસાદ કમાન્ડરની હત્યાની ખબર એકદમ ખોટી છે. તેઓ હેમખેમ છે. વેબસાઈટના રિપોર્ટમાં કહેવાયું કે ફહમી હિનાવીની હત્યાની ખોટી ખબર ઈરાનની સમાચાર એજન્સીના એક પત્રકારે ફેલાવી. ત્યારબાદ લેબનાની મીડિયાએ તેને સનસની બનાવી દીધી. 

કમાન્ડર નહીં શ્રમિક હતો
ઈરાની મીડિયાનો દાવો છે કે ઈઝરાયેલી મોસાદ કમાન્ડરને ગુરુવારે એ સમયે ગોળી મારી દેવાઈ કે જ્યારે તે કારમાં ટ્રાફિક સિગ્નલ પર થોભ્યો હતો. હુમલાખોરોએ 15 ગોળીઓ છોડી. જેનાથી તે ઘટનાસ્થળે જ માર્યો ગયો. જ્યારે બીજા પક્ષનું કહેવું છે કે માર્યો ગયેલો વ્યક્તિ એક સામાન્ય શ્રમિક હતો. જેને ફહમી હિનાવી બનાવીને રજુ કરાયો. આ ઘટના અંગે ઈઝરાયેલ તરફથી કોઈ અધિકૃત ટિપ્પણી આવી નથી. 

પરમાણુ કાર્યક્રમના પ્રમુખ હતા Fakhrizadeh
ઈરાનનો આરોપ છે કે મોહસિન ફખરીજાહેહની હત્યા ઈઝરાયેલે કરાવી છે. ફખરીજાદેહની હત્યા 27 નવેમ્બરે તેહરાનમાં રિમોટકંટ્રોલવાળી મશીનગનથી થઈ હતી. મોહસિન ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખ હતા. અત્રે જણાવવાનું કે 2010થી 2012 વચ્ચે ઈરાનના અનેક ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ્સ માર્યા ગયા હતા. આ તમામ મોહસિનના સહભાગી હતા. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More