Home> India
Advertisement
Prev
Next

Farmer Protest: પગપાળા કન્નોજ જવા નીકળી પડેલા અખિલેશ યાદવની અટકાયત

સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના મુખિયા અખિલેશ યાદવ (Akhilesh Yadav) ની લખનઉમાં અટકાયત કરાઈ. તેઓ ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં ખેડૂત યાત્રાની શરૂઆત કરી રહ્યા હતા.

Farmer Protest: પગપાળા કન્નોજ જવા નીકળી પડેલા અખિલેશ યાદવની અટકાયત

લખનઉ: સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના મુખિયા અખિલેશ યાદવ (Akhilesh Yadav) ની લખનઉમાં અટકાયત કરાઈ. તેઓ ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં ખેડૂત યાત્રાની શરૂઆત કરી રહ્યા હતા. તેમને તેમના લખનઉ સ્થિત ઘરની પાસે રોકવામાં આવ્યા. ત્યારબાદ ગાડીઓ જપ્ત કરવાનો આરોપ લગાવીને તેઓ ધરણા પર બેસી ગયા. અખિલેશ યાદવે ધરણા ધરતા જ કલમ 144 તોડવાના આરોપમાં તેમની અટકાયત કરવામાં આવી. 

Arvind Kejriwal સિંઘુ બોર્ડર પર ખેડૂતોને મળ્યા, કહ્યું- 'હું CM નથી, તમારો સેવાદાર છું'

ખેડૂત આંદોલનના સમર્થનમાં સપા આજે કિસાન યાત્રા કાઢી રહી છે. આવામાં તેમના સમર્થકોની સાથે અખિલેશ યાદવ પણ રસ્તા પર આવી ગયા. તેમનો પ્લાન કન્નૌજ જવાનો હતો. જ્યારે ગાડીઓ રોકવામાં આવી તો તેઓ પગપાળા જ કન્નોજ જવા નીકળી પડ્યા. અખિલેશ યાદવ ઉપરાંત તેમના કાર્યકરો પણ પ્રદેશમાં અનેક જગ્યાએ ધરપકડ વ્હોરી રહ્યા છે. 

લગ્નના ગણતરીના કલાકો પહેલા દુલ્હન નીકળી કોરોના પોઝિટિવ, પ્રશાસનના શ્વાસ અદ્ધર

આખા દેશના ખેડૂતો નારાજ-અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કૃષિ બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આજે ખેડૂતોને બરબાદ કરનારા કાયદા લાવ્યા છે. સમગ્ર દેશના ખેડૂતો કાયદાથી નારાજ છે. ભાજપ કોઈ ચર્ચા ઈચ્છતો નથી. મને કન્નોજ જતા રોકવામાં આવ્યો. આ ઉપરાંત તેમણે શાયરીના સહારે  પણ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે ટ્વીટ કરીને  લખ્યું કે " जहां तक जाती नजर वहां तक लोग तेरे खिलाफ हैं, ऐ जुल्मी हाकिम तू किस-किस को नजरबंद करेगा!"

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More