Home> World
Advertisement
Prev
Next

Gold Mountain Viral Video: સોનાનો પહાડ જોતા જ લોકોના હોશ ઉડ્યા, લૂંટ માટે મચી ભાગદોડ

જો તમને ખબર પડે કે તમારા ઘરની આસપાસ સોનું (Gold) જ સોનું છે તો તમે શું કરશો? હવે તમે વિચારતા હશો કે તેમાં કરવાનું શું.. બધા કામ ધંધા છોડીને બેગ્સ લઈને તે જગ્યાએ ભાગી જઈશું.

Gold Mountain Viral Video: સોનાનો પહાડ જોતા જ લોકોના હોશ ઉડ્યા, લૂંટ માટે મચી ભાગદોડ

નવી દિલ્હી: જો તમને ખબર પડે કે તમારા ઘરની આસપાસ સોનું (Gold) જ સોનું છે તો તમે શું કરશો? હવે તમે વિચારતા હશો કે તેમાં કરવાનું શું.. બધા કામ ધંધા છોડીને બેગ્સ લઈને તે જગ્યાએ ભાગી જઈશું. બસ આવું જ કઈંક થયું આફ્રિકાના કોંગો (Republic of congo) માં. સોનાથી ભરેલા પહાડની સૂચના મળતા જ લોકો ત્યાં ભેગા થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો (Viral Video,) હાલ વાયરલ થઈ રહ્યો છે. 

કોંગોમાં મળ્યો સોનાથી ભરેલો પહાડ
મધ્ય આફ્રિકી દશ કોંગોમાં એક પહાડ મળ્યો છે જેના 60 થી 90 ટકા ભાગમાં સોનું હોવાની વાત કહેવાઈ રહી છે. આસપાસના ગ્રામીણોનોને જેવું આ સોનાના પહાડ વિશે ખબર પડી તો તેઓ ભારે સંખ્યામાં ત્યાં પહોંચવા લાગ્યા. સોનું ભરીને લઈ જવા માટે મોટા મોટા ઝોલા પણ લઈને આવ્યા હતા. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 53 હજાર લોકો જોઈ ચૂક્યા છે. 

સોનું લૂંટવા માટે મચી હોડ
ગ્રામીણોને જેવી ખબર પડી કે સોનું ભરેલા પહાડનું ખોદકામ ચાલી રહ્યું છે તો તેઓ સોનું લૂંટવા માટે ત્યાં પહોંચી ગયા. પત્રકાર અહેમદ અલગોહબરીએ ટ્વિટર પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જોત જોતામાં તો વીડિયો વાયરલ થઈ ગયો. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે જ્યારે કોંગોના રહીશોને સોનાથી ભરેલા પહાડ વિશે જાણવા મળ્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. 

માઈનિંગ પર રોક લગાવવી પડી
કોંગોના અનેક ભાગમાં વિપુલ પ્રમાણમાં સોનું રહેલું છે. આવામાં ત્યાં ગોલ્ડ માઈનિંગ ખુબ મહત્વનું છે. જો કે મોટી સંખ્યામાં ગ્રામીણોના ત્યાં પહોંચવાના કારણે માઈનિંગને થોડો સમય માટે રોકવું પડ્યું હતું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More