Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today 8th March 2021: સોના-ચાંદીના ભાવમાં લાગી બ્રેક, તો પણ હજુ સસ્તું છે સોનું

ગત વર્ષે કોરોનાના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું

Gold Price Today 8th March 2021: સોના-ચાંદીના ભાવમાં લાગી બ્રેક, તો પણ હજુ સસ્તું છે સોનું

નવી દિલ્હી: સોના ચાંદીના ભાવમાં થોડા કેટલાક દિવસોથી ભાવમાં થઇ રહેલા ઘટાડા પર આજે બ્રેક લાગી ગઇ છે. સોની બજારમાં સોના ચાંદીના ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે. આજે એટલે કે સોમવારે 8 માર્ચના રોજ 24 કેરેટ સોની કિંમત 47,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ઘણા દિવસોના ઘટાડા બાદ આજે વધારો થયો છે. 

4 મેટ્રો શહેરોમાં સોનાનો ભાવ

શહેર 22 કેરેટ ગોલ્ડ 24 કેરેટ ગોલ્ડ
દિલ્હી 43,870 પ્રતિ 10 ગ્રામ 47,860 પ્રતિ 10 ગ્રામ
મુંબઇ 43,530 પ્રતિ 10 ગ્રામ 44,530 પ્રતિ 10 ગ્રામ
કલકત્તા 44,180 પ્રતિ 10 ગ્રામ 46,820 પ્રતિ 10 ગ્રામ
ચેન્નઇ 42,210 પ્રતિ 10 ગ્રામ 46,050 પ્રતિ 10 ગ્રામ

હજુ પણ સસ્તું છે સોનું 
ગત વર્ષે કોરોનાના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સાથે તુલના કરીએ તો સોનું 20 ટકાથી વધુ તૂટી ચુક્યું છે. આંકડાના હિસાબે જોઇએ તો સોનાના ભાવમાં ઓગસ્ટ 2020ના મુકાબલે 11,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થઇ ચૂક્યો છે. 27 ગેબ્રુઆરીના રોજ 24 કેરેટ સોનાની કિંમત 45,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી જે આજે 44,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

ચાંદી પણ ચમકી
સોનાની સાથે-સાથે ચાંદીના ભાવમાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે. બજાર ખુલતાંની સાથે જ ચાંદીની કિંમત પણ ચમકી જેથી વેપારીઓના ચહેરા પર થોડી ખુશી જોવા મળી હતી. જોકે સાંજ પડતાં પડતાં શું થાય છે તેના પર બધાની નજર રહેશે પરંતુ હાલ દેશના 4 મોટા શહેરોમાં ચાંદી શું ભાવે વેચાઇ રહી છે તેની પુરી જાણકારી અમે તમને આપી રહ્યા છે. 

ચાંદી પોતાના ઉચ્ચતમ સ્તરથી 15,600 રૂપિયા સસ્તી
1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે MCX પર ચાંદીના માર્ચ વાયદા 74400 રૂપિયાના ઉપર જતી રહી હતી. ચાંદીનો અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ મુજબ ચાંદી પણ પોતાના ઉચ્ચત્તમ સ્તરથી 13,000 રૂપિયા કિલોથી વધુ સસ્તી થઇ ગઇ છે. આજે ચાંદીનો માર્ચ વાયદા 66500 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. જોકે પુરી આશા છે કે લગ્નની સિઝન શરૂ થતાં ચાંદી પોતાની ચમક જરૂર પરત લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More