Home> World
Advertisement
Prev
Next

ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનની ઊંઘ ઉડી, બોલાવી ઈમરજન્સી મીટિંગ

 ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે સવારે પાક અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના પ્રમુખ સ્થાનને તબાહ કરવામાં આવ્યું છે. જેના બાદ પાકિસ્તાનમાં ઈમરજન્સી મીટિંગ બોલવવામાં આવી છે. 

ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનની ઊંઘ ઉડી, બોલાવી ઈમરજન્સી મીટિંગ

ઈસ્લામાબાદ : ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે સવારે પાક અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના પ્રમુખ સ્થાનને તબાહ કરવામાં આવ્યું છે. જેના બાદ પાકિસ્તાનમાં ઈમરજન્સી મીટિંગ બોલવવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ વિદેશ કાર્યાલયમાં એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં પૂર્વ વિદેશ સચિવ તથા વરિષ્ઠ ડિપ્લોમેટ્સ ભાગ લેશે. જેમાં હાલની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. પાકિસ્તાની સમાચાર ડોનની વેબસાઈટમાં પ્રકાશિત આ સમાચારમાં માહિતી આપવામાં આવી છે.

ભારતે હુમલો કર્યાનો ખુદ પાકિસ્તાને આ Photosથી આપ્યો પુરાવો 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની તરફથી પીઓકેમાં બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં સવારે 3.30 કલાકે આ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલામાં બાલાકોટમાં જૈશના કન્ટ્રોલ રૂમને સમગ્ર રીતે નષ્ટ કરી દેવામાં આવ્યું છે. 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદ દ્વારા કરવામા આવેલ આતંકી હુમલાથી નારાજ ભારતની તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ, પીએમ મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને એનએસએફ એક મહત્વની બેઠક કરી રહ્યા છે. 

જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ

fallbacks

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ આ હવાઈ હુમલા બાદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની સમગ્ર માહિતી આપી હતી. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઈટર વિમાનોએ જૈશના આતંકી સ્થાન પર 1000 કિલોથી વધુ વિસ્ફોટક ઝીંક્યા હતા. આ વિસ્ફોટકોએ જૈશના અડ્ડાને નષ્ટ કરી દીધું છે. 

વાયુસેનાએ બતાવેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ની બહાદુરીના સમાચાર વાંચો એક ક્લિક પર...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More