Home> India
Advertisement
Prev
Next

LoC: એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ, પાક એરફોર્સની કોઇ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવાના આદેશ

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં હવાઇ કાર્યવાહી કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇએલર્ટ પર છે. ભારત તરફથી તેમના વાયુસેનાની દરેક એર ડિફેન્સ સિસ્ટમોનો આતંરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર હાઇએલર્ટના આદેશ આપ્યા છે. સાથે જ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો પાકિસ્તાની એરફોર્સ કોઇ પણ કાર્યવાહી કરે છે, તો તેનો તાત્કાલીક જવાબ આપવામાં આવે. ન્યુઝ એજન્સી ANIએ આ જાણાકારી આપી છે.

LoC: એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ, પાક એરફોર્સની કોઇ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવાના આદેશ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં હવાઇ કાર્યવાહી કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇએલર્ટ પર છે. ભારત તરફથી તેમના વાયુસેનાની દરેક એર ડિફેન્સ સિસ્ટમોનો આતંરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર હાઇએલર્ટના આદેશ આપ્યા છે. સાથે જ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો પાકિસ્તાની એરફોર્સ કોઇ પણ કાર્યવાહી કરે છે, તો તેનો તાત્કાલીક જવાબ આપવામાં આવે. ન્યુઝ એજન્સી ANIએ આ જાણાકારી આપી છે.

વધુમાં વાંચો: પુલવામા હુમલાનો ભારતે લીધો બદલો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ

ત્યારે, PoKમાં હવાઇ હુમલો કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ પાકિસ્તાનમાં ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારતીય સૈન્ય વિમાન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ વિદેશ કાર્યાલયમાં એક તાત્કાલીક પરામર્શ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પૂર્વ વિદેશ સચિવો અને વરિષ્ઠ રાજકિય નેતાઓ ભાગ લેશે. જેમાં વર્તમાન સ્થિતિ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. પાકિસ્તાની અખબાર ડોનની વેબસાઇટમાં પ્રકાશિત સમાચારમાં આ જાણકારી આપી છે.

વધુમાં વાંચો: એર સ્ટ્રાઈકમાં વાયુસેનાએ સપાટો બોલાવ્યો, 200થી 300 આતંકીઓનો ખાત્મો કર્યો

સુત્રોના જણાવ્યા અનુસાર, ભારત તરફથી પીઓકેમાં બાલકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં સવારે 03:30 વાગે આ કાર્યવાહીનો અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલામાં બાલકોટમાં જૈશનો કંટ્રોલ રૂપ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયો છે.

વધુમાં વાંચો: પાકિસ્તાને સ્વીકારી ભારતીય વાયુ સેનાની બહાદુરી, કહ્યું- હા, LOC ક્રોસ કર્યું

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિક જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાથી નારાજ ભારત તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલામાં પીએમ મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને એનએસએ એક અહમ બેઠક કરી રહ્યાં છે.

વધુમાં વાંચો: આર્ટિકલ 35એની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી કરી શકે છે સુપ્રીમ કોર્ટ

સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા ઇન હવાઇ હુમલા બાદ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંપૂર્ણ ઘટનાક્રમ વિશે જાણાકારી આપી છે.

વધુમાં વાંચો: Live: ભારતીય વાયુસેનાએ PoKમાં કેવી રીતે કરી સર્જિકલ સ્ટ્રાઇક-2, થોડીવારમાં થશે ખુલાસો

સુત્રોના જણાવ્યા અનુસાર, જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાથી નારાજ ભારતની તરફથી મગંળવારે સવારે PoKમાં જૈશના પ્રમુખ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાની તરફથી કરવામાં આવેલી ‘હવાઇ સ્ટ્રાઇક’માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ ‘સર્જિકલ સ્ટ્રાઇક-2’ને લઇને ભારતીય સેના અને ભારતીય વાયુસેના થોડા સમય બાદ એક પ્રેસ કોન્ફેન્સ કરશે અને જાણાકરી આપશે.

વધુમાં વાંચો: જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ

સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 લડાકુ વિમાનોએ જૈશના આતંકી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ બોમ્બ બ્લાસ્ટમાં જૈશના અડ્ડાઓ નષ્ટ થઇ ગયા છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More