Home> World
Advertisement
Prev
Next

ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેનના થઈ ગયા બે ટૂકડા, VIDEO જોઈને રૂવાટા ઉભા થઈ જશે

DHL Cargo Plane: મળતી માહિતી મુજબ આ પ્લેનમાં કોઈ મુસાફર સવાર ન હતો. કાર્ગો પ્લેનમાં માત્ર બે ક્રૂ મેમ્બર હાજર હતા. જેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેમની હાલત સારી હોવાનું કહેવાય છે. કોસ્ટા રિકાના અગ્નિશામક ચીફ હેક્ટર ચાવેસે આ માહિતી આપી હતી.

ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેનના થઈ ગયા બે ટૂકડા, VIDEO જોઈને રૂવાટા ઉભા થઈ જશે

DHL Cargo Plane: સોશિયલ મીડિયામાં અનેક એવા વીડિયો વાયરલ થાય છે, જેણે જોઈને હૃદયના પાટિપા બેસી જાય છે. હાલ આવો જ એક વીડિયો મધ્ય અમેરિકાના એરપોર્ટ પરથી સામે આવ્યો છે. મધ્ય અમેરિકામાં સ્થિત કોસ્ટા રિકા દેશમાં ગુરુવારે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટના જુઆન સાંતામારિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. જ્યારે, આ અકસ્માત પછી એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું અને તે સવારે 6 વાગ્યા સુધી બંધ રહ્યું હતું. 

મળતી માહિતી મુજબ આ પ્લેનમાં કોઈ મુસાફર સવાર ન હતો. કાર્ગો પ્લેનમાં માત્ર બે ક્રૂ મેમ્બર હાજર હતા. જેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેમની હાલત સારી હોવાનું કહેવાય છે. કોસ્ટા રિકાના અગ્નિશામક ચીફ હેક્ટર ચાવેસે આ માહિતી આપી હતી.

રેડ ક્રોસના કાર્યકર ગુઈડો વાસ્ક્વેઝના જણાવ્યા મુજબ, તેમ છતાં સાવચેતી તરીકે તેમને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જર્મન લોજિસ્ટિક્સ દિગ્ગજ ડીએચએલનું ચમચમાટ પીળા રંગના વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે અને તે લેન્ડિંગ દરમિયાન રન-વે પરથી સરકી ગયું હતું. એટલું જ નહીં, પાછળના પૈડા અલગ થઈ ગયા.

ખામીને કારણે કર્યું લેન્ડિંગ
આ અકસ્માત સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. બોઇંગ-757 વિમાને સાન્ટા મારિયા એરપોર્ટ પરથી જ ઉડાન ભરી હતી. પરંતુ થોડીક ખરાબી બાદ તે 25 મિનિટ પછી જ પાછું ફર્યું હતું. સાથે જ તે લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો શિકાર પણ બન્યું છે. ક્રૂએ દેખીતી રીતે હાઇડ્રોલિક સમસ્યા અંગે સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More