Home> India
Advertisement
Prev
Next

યુપીમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકારની મોટી ભેટ, બસોમાં ફ્રી મુસાફરી કરી શકશે

હવે જાણકારી માટે જણાવી દઈએ કે બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સીનિય સિટીઝન મહિલાઓ માટે રોડવેજમાં મફત બસ યાત્રાનો વાયદો કર્યો હતો અને હવે સંકલ્પ પત્રના પોતાના વાયદા હેઠળ સરકાર તરફથી તેનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

યુપીમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકારની મોટી ભેટ, બસોમાં ફ્રી મુસાફરી કરી શકશે

લખનઉ: ઉત્તર પ્રદેશના હવે ટૂંક સમયમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર દ્વારા એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. જલ્દીથી યૂપીમાં 60 વર્ષથી ઉપરની મહિલાઓ યુપી રોડવેજની બસમાં મફતમાં મુસાફરી કરી શકશે. સંકલ્પ પત્રના મતે વરિષ્ઠ મહિલાઓને રોડવેજની બસોમાં મફત યાત્રા કરવાનો મોકો મળશે.

હવે જાણકારી માટે જણાવી દઈએ કે બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સીનિય સિટીઝન મહિલાઓ માટે રોડવેજમાં મફત બસ યાત્રાનો વાયદો કર્યો હતો અને હવે સંકલ્પ પત્રના પોતાના વાયદા હેઠળ સરકાર તરફથી તેનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ કડીમાં કહેવામાં આવી રહ્યું છે કે જલ્દીથી 60 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓ રોડવેજની બસોમાં નિશુલ્ક યાત્રા કરી શકશે.

સરકારનું માનીએ તો આ યોજના હેઠળ લગભગ 264 કરોડ રૂપિયાનો વર્ષે સરકાર પર બોજો પડશે. અત્યાર માટે પરિવહન નિગમે આ પ્રસ્તાવ તૈયાર કરી તંત્રને મોકલી દીધો છે. આમ જોવા જઈએ તો દેશના બે એવા રાજ્ય છે જ્યાં મહિલાઓને ફ્રી બસ યાત્રાની સુવિધા આપવામાં આવી રહી છે. રાજધાની દિલ્હી અને રાજસ્થાનમાં મહિલાઓને આ સુવિધા આપવામાં આવી છે. હવે દેશનું સૌથી મોટું રાજ્ય પણ આ રસ્તે નીકળી પડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ શહેરોમાં આ બસોનું સંચાલન કરવામાં આવશે. અત્યારે રાજ્યના તમામ ડેપોમાંથી બુઝુર્ગ મહિલાઓનો ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે, પછી તેના આધારે આ યોજનાને શરૂ કરવામાં આવશે.

આમ તો, રાજ્ય સડક પરિવહન નિગન (રોડવેઝ) દ્વારા તે મહિલાઓનો એક સર્વે તો પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. તે સર્વના આધારે જાણવાની કોશિશ થઈ રહી હતી કે કેટલી મહિલાઓ આ બસોનો ઉપયોગ કરે છે, કઈ કઈ સુવિધા તેમને આપવામાં આવે છે. હાલ માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે જલ્દીથી આ યોજનાને શરૂ કરી દેવામાં આવશે. આમ તો બીજેપી તરફથી સંકલ્પ પત્રમાં મફતમાં મળનાર અનેક વાયદા કરવામાં આવ્યા છે. તેમાં દિવાળી-હોળી પર ગેસ સિલેન્ડર આપવાનો પણ એક મોટો વાયદો માનવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More