Home> World
Advertisement
Prev
Next

UK: કપલની સેલ્ફીમાં કેદ થયું 'મોત', ધ્યાનથી જુઓ આ Photo, જેણે જોયો તેને પરસેવો છૂટી ગયો

એવું કહેવાય છે કે મોત દેખાતું નથી પરંતુ એક મહિલાએ એવી ડેથ સેલ્ફી શેર કરી છે કે જે હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.

UK: કપલની સેલ્ફીમાં કેદ થયું 'મોત', ધ્યાનથી જુઓ આ Photo, જેણે જોયો તેને પરસેવો છૂટી ગયો

એડિનબર્ગ: એવું કહેવાય છે કે મોત દેખાતું નથી પરંતુ એક મહિલાએ એવી ડેથ સેલ્ફી શેર કરી છે કે જે હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. આ સેલ્ફી જેણે જોઈ તે ચોંકી ગયું. આ સેલ્ફી સ્કોટલેન્ડના નોર્થમાં એક વાઈલ્ડ સ્વિમિંગ ટુર પર ગયેલી સોફી પાસ (33)એ તેના પાર્ટનર સાથે શેર કરી છે. 

મોતની આહટ
સ્કોટલેન્ડમાં રજા  ગાળવા ગયેલું કપલ સોફી પાસ અને તેના પતિ રિચર્ડની સાથે હચમચાવી નાખે તેવી દુર્ઘટના ઘટી. બંને વરસાદની ઋતુમાં સ્કોટલેન્ડ ફરવા ગયા હતા. આ દરમિયાન અચાનક તેમની સેલ્ફીમાં કઈ એવું રેકોર્ડ થયું તે જેની તેમણે કલ્પના પણ નહતી કરી. 

આફતની દસ્તક
Mirror ના રિપોર્ટ મુજબ સોફી અને રિચર્ડ જ્યારે સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતો હતો. સેલ્ફી ક્લિક કરી તે દરમિયાન બનેને અહેસાસ થયો કે કઈંક મોટી આફત દસ્તક દઈ રહી છે. અચાનકથી ઈલેક્ટ્રોમેગ્નેટના કારણે સોફીના વાળ હવામાં ઉપર ઉડવા લાગ્યા. રિચર્ડ અને સોફીએ ખતરો જાણી લીધો અને ત્યાંથી દોટ લગાવી. 

fallbacks

(તસવીર-ફેસબુક)

કેમેરામાં કેદ થયું 'મોત'
સોફી જ્યારે સેલ્ફી લઈ રહી હતી ત્યારે રિચર્ડે જોયુંકે સોફીના વાળ ઉપરની બાજુ ઉડવા લાગ્યા છે. તેણે તરત જ સોફીનો હાથ પકડ્યો અને દોટ લગાવી. ભાગવામાં જો થોડી સેકન્ડની પણ વાર લાગત તો બંનેના જીવ જઈ શકે તેમ હતા. કારણ કે જે સ્થળે તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા ત્યાં થોડી જ સેકન્ડમાં આકાશમાંથી વીજળી પડી. 

ઈન્ટરનેટ પર વાયરલ થઈ તસવીર
સોફી પાસે આ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી અને કઈ રીતે તે મોટી દુર્ઘટનાનો ભોગ બનતા બનતા રહી ગઈ તે વાત પણ જણાવી. સોશિયલ મીડિયા યૂઝર્સ આ મોતની સેલ્ફી જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. 

fallbacks

(સાંકેતિક ફોટો)

લોકોને આપ્યો આ સંદેશ
સોફીએ લોકોને સંદેશ આપ્યો છે કે વરસાદના મૌસમમાં ખુલ્લામાં ફરવું જોખમી હોઈ શકે છે. તેમનું ભાગ્ય સારુ હતું કે આ સેલ્ફીના કારણે તેમને આવનારા જોખમ વિશે ખબર પડી ગઈ અને મોતને માત આપી દીધી. સોફીએ કહ્યું કે 'પ્રકૃતિ સુંદર છે અને આપણે બધાએ તેની દેખભાળ રાખવાની જરૂર છે. પરંતુ તમારી ભૂલથી તે ડરામણી પણ બની શકે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More