Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 18 દર્દી સાજા થયા, એકપણ મોત નહી

જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 183 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 176 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,921 નાગરિકો સાજા થઇ ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 18 દર્દી સાજા થયા, એકપણ મોત નહી

ગાંધીનગર : રાજ્ય (Gujarat) માં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 16 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,921 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,73,162 દર્દીઓનું રસીકરણ થયું છે. 

જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 183 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 176 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,921 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4 , વડોદરામાં 8, જુનાગઢ કોર્પોરેશનમાં 2,  અને સુરતમાં 2  એમ કુલ 16 કેસ નોંધાયા છે.  

Gujarat એ રસીકરણ ક્ષેત્રે મેળવી વધુ એક સિદ્ધિ, એક દિવસમાં ૩ લાખથી વધુ ડોઝ અપાયા

જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 61 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 6812 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 5,16,89 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,32,545 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 1,52,776 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 29,279 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 3,73,162 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,01,80,086 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More