Home> World
Advertisement
Prev
Next

Video: બોમ્બ ધડાકાથી ધણધણી ઉઠ્યું કાબુલ, રક્ષામંત્રીના ઘરની બહાર જ થયો મોટો વિસ્ફોટ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આજે ભીષણ વિસ્ફોટથી ધણધણી ઉઠી.

Video: બોમ્બ ધડાકાથી ધણધણી ઉઠ્યું કાબુલ, રક્ષામંત્રીના ઘરની બહાર જ થયો મોટો વિસ્ફોટ

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ આજે ભીષણ વિસ્ફોટથી ધણધણી ઉઠી. રિપોર્ટ્સ મુજબ ધડાકા બાદ ફાયરિંગના અવાજ પણ સંભળાયા. એવો પણ દાવો કરાયો છે કે ધડાકા શીરપુઆર વિસ્તારમાં થયો જ્યાં અફઘાનિસ્તાનના રક્ષામંત્રી બિસ્મિલ્લાહ મોહમ્મદી સહિત અનેક સીનિયર અફઘાન અધિકારીઓ રહે છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠને લીધી નથી. 

TOLO ન્યૂઝ મુજબ બિસ્મિલાહના ઘરની બહાર એક કારમાં આ ધડાકો થયો. આ માહિતી ઘટનાસ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ આપી. રિપોર્ટમાં સૂત્રોના હવાલે દાવો કરાયો છે કે ધડાકા બાદ ફાયરિંગ પણ થયું અને કેટલાક બંદૂકધારીઓ રક્ષામંત્રીના ઘરની અંદર દાખલ થયા. અફઘાન પત્રકાર બિલાલ સરવરીએ ટ્વીટ કરીને એવો દાવો કર્યો છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. 

તેમના જણાવ્યાં મુજબ આ હુમલામાં રક્ષામંત્રી સુરક્ષિત છે. રક્ષામંત્રીના નીકટના સૂત્રોને ટાંકીને તેમણે કહ્યું કે તેમના ઘરની બહાર આ હુમલો થયો હતો. કારમાં ઓછામાં ઓછા બે હુમલાખોર હતા જે સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરી રહ્યા હતા. 

આ બાજુ ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ જ્યાં આ ધડાકો થયો ત્યાં અનેક રાજનયિક કવાર્ટર્સ છે. અહીં બજારનો વિસ્તાર પણ ખુબ ભીડભાડવાળો રહે છે. અહીં અનેક સરકારી ઈમારતો છે જેમાં રાષ્ટ્રપતિ મહેલ પણ છે. આ ઉપરાંત અનેક દૂતાવાસ અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનની ઓફિસ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More