Home> World
Advertisement
Prev
Next

બ્રિટન: જો તમારું બાળક આ કાર્ટૂન જોતું હોય તો સાવધાન....પોલીસે અલર્ટ બહાર પાડ્યું, જાણો શું છે મામલો

કાર્ટૂન કેરેક્ટર આમ તો બાળકોના મનોરંજન માટે હોય છે. પરંતુ કેટલાક હાનિકારક પણ બની શકે છે. આવું જ એક કાર્ટૂન  કેરેક્ટર હાલ ચર્ચામાં છે જેને લઈને યુનાઈટેડ કિંગડમની પોલીસે અલર્ટ જાહેર કર્યું છે. પોલીસે માતા પિતાને હગ્ગી-વુગી (Huggy Wuggy) નામના કાર્ટૂન કેરેક્ટરથી સાવધ રહેવા જણાવ્યું છે. 

બ્રિટન: જો તમારું બાળક આ કાર્ટૂન જોતું હોય તો સાવધાન....પોલીસે અલર્ટ બહાર પાડ્યું, જાણો શું છે મામલો

લંડન: કાર્ટૂન કેરેક્ટર આમ તો બાળકોના મનોરંજન માટે હોય છે. પરંતુ કેટલાક હાનિકારક પણ બની શકે છે. આવું જ એક કાર્ટૂન  કેરેક્ટર હાલ ચર્ચામાં છે જેને લઈને યુનાઈટેડ કિંગડમની પોલીસે અલર્ટ જાહેર કર્યું છે. પોલીસે માતા પિતાને હગ્ગી-વુગી (Huggy Wuggy) નામના કાર્ટૂન કેરેક્ટરથી સાવધ રહેવા જણાવ્યું છે. 

અમારી સહયોગી વેબસાઈટ 'WION' માં છપાયેલા એક રિપોર્ટ મુજબ આ કાર્ટૂન કેરેક્ટર આમ જોવામાં તો તમને સાવ સામાન્ય લાગશે અને એવું લાગશે કે તેમાં નુકસાન પહોંચાડે તેવું શું છે પણ આ એક અત્યંત જોખમી કેરેક્ટર છે. જે પોતાના કૂદવાની રીતથી બાળકોને રોમાંચિત કરે છે અને તેનાથી પ્રેરિત થઈને જો બાળકો કૂદકા મારે તો કરોડને નુકસાન પહોંચી શકે છે. 

આ કાર્ટૂન કેરેક્ટરને 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે એક બ્લ્યુ રંગનું રીંછ છે. જેના અણિયાળા દાંત અને વાંકડિયા વાળ છે. તથા તે પોપી પ્લેટાઈમ (Poppy Playtime) નામના કાર્ટૂન શોમાં જોવા મળે છે. તેને લઈને યુનાઈટેડ કિંગડમની સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડ પોલીસે ચેતવણી આપી છે કે માતા પિતા પોતાના બાળકોને આ કેરેક્ટરના વીડિયો જોતા રોકે. 

પોલીસનું કહેવું છે કે આ વીડિયો જોયા બાદ બાળકોમાં નેગેટિવ અસર પડી શકે છે. તેમાં બાળકોનું ડરવું, પરેશાન થવું, અને ખરાબ સપના આવવા પણ સામેલ છે. આ કેરેક્ટરનો એક હોરર વીડિયો ગેમ પણ છે. PEGI12 રેટિંગવાળી આ ગેમ એપ અને એન્ડ્રોઈડ સ્ટોર પર ઉપલબ્ધ છે. 

બાળકો પર ધ્યાન આપવાની જરૂર
હાર્ટલેપૂલના વેસ્ટ વ્યૂ પ્રાઈમરી સ્કૂલે એક નિવેદનમાં કહ્યું છે કે વીડિયોમાં રીંછ દર્શકોને છેલ્લા શ્વાસ લેવાનું કહે છે. આ એક ખુબ જ દગો કરનારું કેરેક્ટર છે. હાર્ટલેપૂલમાં કેટકોટ એકેડમીનું કહેવું છે કે નામના કારણે યુથ આ કાર્ટૂનને ફોલો કરી રહ્યા છે. આવામાં જ્યારે તમારું બાળક ઓનલાઈન હોય, તો વધુ ધ્યાન આપવાની જરૂર છે. 

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્કવેર પર નમાજ પઢી, દુનિયાભરમાં છેડાઈ ચર્ચા

Indonesia: હેવાન શિક્ષક..13 વિદ્યાર્થીનીઓ પર ગુજાર્યો બળાત્કાર, 8 ગર્ભવતી થઈ, મળી મોતની સજા

ટોલ ટેક્સના નામે એકાઉન્ટમાંથી એટલી ભારે ભરખમ રકમ કપાઈ ગઈ...સાંભળીને હોશ ઉડી જશે

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More