Home> Technology
Advertisement
Prev
Next

BSNL લાવ્યું અત્યાર સુધીની સૌથી ધમાકેદાર ઓફર! આ પ્લાન સાથે મફતમાં મેળવો 120GB ડેટા; બેનિફિટ્સ જાણી તાત્કાલિક રિચાર્જ કરાવો

BSNL ફરી એકવાર દર્શકોને આકર્ષવા માટે એક ઘાંસુ ઓફર લઈને આવ્યું છે, એટલે કે યૂઝર્સ માટે સમર ઑફર રજૂ કરી છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર છે. 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે સમર ઑફર આવી છે. જો કે આ કોઈ નવી ઓફર નથી. BSNL લાંબા સમયથી 2399 રૂપિયાના પ્લાન સાથે વધારાની વેલિડિટી ઓફર કરી રહી છે. તેમાં યુઝરને ઘણા ફાયદા મળી રહ્યા છે. જે લોકો એક વર્ષ માટે રિચાર્જ કરવાનું પસંદ કરે છે તેમના માટે આ શ્રેષ્ઠ ઓફર છે. ચાલો જાણીએ કે આ ઓફરમાં કયા કયા ફાયદા છે...

BSNL લાવ્યું અત્યાર સુધીની સૌથી ધમાકેદાર ઓફર! આ પ્લાન સાથે મફતમાં મેળવો 120GB ડેટા; બેનિફિટ્સ જાણી તાત્કાલિક રિચાર્જ કરાવો

નવી દિલ્હી: BSNL ફરી એકવાર દર્શકોને આકર્ષવા માટે એક ઘાંસુ ઓફર લઈને આવ્યું છે, એટલે કે યૂઝર્સ માટે સમર ઑફર રજૂ કરી છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર છે. 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે સમર ઑફર આવી છે. જો કે આ કોઈ નવી ઓફર નથી. BSNL લાંબા સમયથી 2399 રૂપિયાના પ્લાન સાથે વધારાની વેલિડિટી ઓફર કરી રહી છે. તેમાં યુઝરને ઘણા ફાયદા મળી રહ્યા છે. જે લોકો એક વર્ષ માટે રિચાર્જ કરવાનું પસંદ કરે છે તેમના માટે આ શ્રેષ્ઠ ઓફર છે. ચાલો જાણીએ કે આ ઓફરમાં કયા કયા ફાયદા છે...

BSNLનો 2399 રૂપિયાવાળઓ પ્રીપેડ પ્લાન પર સમર ઓફર
BSNL સમર ઑફર હેઠળ તમને 2399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન સાથે યુઝર્સને દરરોજ 2GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ મળે છે. આ સિવાય યુઝર્સને Telco તરફથી કોલર ટ્યુન સર્વિસ અને Eros Nowનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. સામાન્ય રીતે આ પ્લાન 365 દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે. પરંતુ સમર ઑફર હેઠળ, યૂઝર્સને 60 દિવસની વધારાની માન્યતા મળશે. મતલબ કે આ પ્લાન સાથે ટેલિકોમ તરફથી યુઝર્સને કુલ 425 દિવસની સર્વિસ મળશે.

અચ્છા...તો આ શરતોનો કારણે અટકીને પડી છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં દિશા વાકાણીની વાપસી!

હાઇ-સ્પીડ ડેટા ધરાવતા લોકો માટે આ પ્લાન શ્રેષ્ઠ નથી
આ તે લોકો માટે બનાવવામાં આવેલી યોજના નથી, જે હાઈ-સ્પીડ ડેટા ઈચ્છે છે. BSNL પાસે 4G નેટવર્ક નથી અને એનો અર્થ એ છે કે જો તમે દરરોજ 2 GB કરતા વધુ ડેટા મેળવો છો, પરંતુ જો તમારી પાસે સારી ઇન્ટરનેટ સ્પીડ ન હોય તો તે તમારા માટે કોઈ કામનો હોતો નથી. જોકે, આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જેઓનું 3G સ્પીડ પર કામ ચાલી જાય છે. 

ટૂંક સમયમાં આવી રહી છે BSNLની 4G સેવા 
BSNL દ્વારા વધુ લાંબા ગાળાની યોજનાઓ ઓફર કરવામાં આવી રહી છે. BSNL દરેક નિયમિત અંતરાલ પર તેના યૂઝર્સ માટે આવી વધારાની વેલિડિટી ઓફર લાવે છે. સરકારી ટેલિકોમ કંપની હાલમાં ભારતમાં 4G નેટવર્ક લાવવા પર કામ કરી રહી છે. 4G નેટવર્કના સમર્થન સાથે આ યોજનાઓ વધુ મૂલ્યવાન બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More