Home> World
Advertisement
Prev
Next

તાઇવાન પોસ્ટરઃ ગ્લોબલ ટાઇમ્સે આપી ધમકી, આગ સાથે રમી રહી છે BJP, મૂર્ખા જેવો વ્યવહાર છોડે

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે રાજધાની નવી દિલ્હીમાં ચીની દૂતાવાસની બહાર દિલ્હી ભાજપના નેતા તજિંદર બગ્ગા દ્વારા તાઇવાન નેશનલ ડેના પોસ્ટર લગાવવાથી ભડકી ઉઠ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે, આ આગ સાથે રમવા જેવી રતમ છે અને તેનાથી ખરાબ ચાલી રહેલા ભારત-ચીનનો સંબંધ વધુ ખરાબ થશે.

તાઇવાન પોસ્ટરઃ ગ્લોબલ ટાઇમ્સે આપી ધમકી, આગ સાથે રમી રહી છે BJP, મૂર્ખા જેવો વ્યવહાર છોડે

પેઇચિંગઃ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે રાજધાની નવી દિલ્હીમાં ચીની દૂતાવાસની બહાર દિલ્હી ભાજપના નેતા તજિંદર બગ્ગા દ્વારા તાઇવાન નેશનલ ડેના પોસ્ટર લગાવવાથી ભડકી ઉઠ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે, આ આગ સાથે રમવા જેવી રતમ છે અને તેનાથી ખરાબ ચાલી રહેલા ભારત-ચીનનો સંબંધ વધુ ખરાબ થશે. ચીની અખબારે કહ્યું કે, ભારતની સત્તામાં રહેલી ભાજપ મૂર્ખ જેવો વ્યવહાર છોડે અને તે સમજે કે આગ સાથે રમી રહી છે. 

ગ્લોબલ ટાઇમ્સે ચીની નિષ્ણાંત લિયૂ કાઇયૂના હવાલાથી કહ્યુ કે, ભાજપના નેતાએ આ પગલું તેવા સમયે ભર્યું છે જ્યારે ભારતીય મીડિયાએ તાઇવાન નેશનલ ડેનું સમર્થન કર્યું છે અને સહયોગ કર્યો છે. સાથે ભારતીય વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ભારતીય મીડિયા મીડિયાના ચીનની નીતિનું સન્માન ન કરતા પોતાના વિચારોને પ્રકાશિત કરવાના અધિકારોનું સમર્થન કર્યું છે. 

કથિત ચીની નિષ્ણાંતો કહ્યું કે, ભારતનો તાઇવાનના સવાલ પર ભડકાવવાનો પ્રયાસ ભારત-ચીન સંબંધો પર એવી અસર પાડશે જેને ફરી યોગ્ય કરી શકાશે નહીં. શંઘાઈ ઇન્સ્ટીટ્યૂટમાં આંતરરાષ્ટ્રીય મામલાના નિષ્ણાંત ઝાઓ ગાંચેંગે કહ્યુ, ભારત ચીનની એક નીતિને પડકાર આપીને આગ સાથે રમી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે, ભારત તાઇવાનના સવાલ પર ઘરેલૂ સ્તર પર ચીન વિરોધી ભાવનાઓને ભડકાવીને ભારત સરકાર ચીનને એક પાડોસીના રૂપમાં વ્યવહાર કરવાથી પાછળ હટવા માટે બાધ્ય કરી રહી છે. 

ભાજપ ભારત-ચીન તણાવ વચ્ચે તાઇવાનના સવાલને ભડકાવે છે
ઝાઓએ કહ્યુ કે, ભારતને તે સમયે આશ્ચર્ય ન થવું જોઈએ જ્યારે તેણે આર્થિક તથા આપસી આદાન-પ્રદાનથી હાથ ધોવા પડે. ચીની નિષ્ણાંતો કહ્યું કે, ભારત સરકાર જાહેરમાં હજુ પણ એક ચીનની નીતિનું પાલન કરે છે પરંતુ પ્રેસની સ્વતંત્રતાના નામ પર ખભા ઉંચા કરવા લાગે છે. ચીનના રિસર્ચ ફેલો હૂ ઝિયોંગે કહ્યુ કે, રાષ્ટ્રવાદી ભાજપ અનૌતિક રીતે ભારત-ચીન તણાવ વચ્ચે તાઇવાનના સવાલને ભડકાવી રહી છે. તેણે લક્ષ્મણ રેખા પાર કરી છે કારણ કે તે તાઇવાનનુંકાર્ડ રમી રહી છે અને તે વિચારી રહી છે કે ચીનની સાથે વાટાઘાટમાં કામ આપશે. 

ચીન વિરૂદ્ધ અમેરિકાની વધુ એક કાર્યવાહી, 5 મોટી કંપનીઓ પર લગાવ્યો બેન

હૂએ કહ્યુ કે, આ ઉશ્કેરવાની કાર્યવાહી ભારત માટે કંઇ સારૂ લાવશે નહીં અને માત્ર પહેલાથી જમીન પર ચાલી રહેલા દ્વિપક્ષીય તણાવને વધુ ભડકાવશે. ત્યાં સુધી કે આ બંન્ને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીને નુકસાન પહોંચાડશે. ગ્લોબલ ડાઇમ્સે કહ્યું કે, માસ્કોમાં 5 સૂત્રી સમજુતી પર હજુ પણ ભારતે કોઈ પગલા ભર્યા નથી. તેણે ચીની સેનાને સરહદ પર કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા મજબૂર કરી છે. 

ચીની દૂતાવાસની બહાર તાઇવાનને શુભેચ્છા આપતા પોસ્ટર્સ
મહત્વનું છે કે તાઇવાન સાથે મિત્રતા રાખનાર દેશો સાથે ચીન ગુસ્સામાં રહે છે. પરંતુ ભારતનો તાઇવાન સાથે સંબંધ મધુર છે. આજે એટલે કે 10 ઓક્ટોબરે તાઇવાન નેશનલ ડે છે. સોશિયલ મીડિયા પર ભારતીયોએ તાઇવાનનો સાથ આપ્યો છે. આ સિવાય દિલ્હીમાં ચીની દૂતાવાસની બહાર તાઇવાનને શુભેચ્છા આપતા પોસ્ટર્સ લગાવ્યા છે. આ પોસ્ટર ભાજપના નેતા તજિંદર બગ્ગાએ લગાવ્યા છે. ભારતમાં ચીની દૂતાવાસે ભારતીય મીડિયાને કાર્યક્રમથી દૂર રહેવા માટે કહ્યું હતું. તે સમયે પણ તાઇવાને ચીનને વળતો જવાબ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More