Home> India
Advertisement
Prev
Next

હાથરસ કાંડઃ 'ફેક નક્સલ ભાભી' થઈ વાયરલ, લોકો પૂછી રહ્યું છે- આખરે આ કોણ છે?

Hathras case news: પોલીસ એક શંકાસ્પદ મહિલાને શોધી રહી છે જે હાથપસ પીડિતાના ઘરમાં સંબંધી બનીને રહેતી હતી. ટ્વિટર પર #FakeNaxalBhabhi હેશટેગની સાથે યૂઝરો આ વિશે ટ્વીટ કરી રહ્યાં છે. 
 

 હાથરસ કાંડઃ 'ફેક નક્સલ ભાભી' થઈ વાયરલ, લોકો પૂછી રહ્યું છે- આખરે આ કોણ છે?

નવી દિલ્હીઃ હાથરસ કાંડમાં એક નવી જાણકારી સામે આવવાથી ટ્વિટર પર હલચલ વધી ગઈ છે. રિપોર્ટસ અનુસાર, પીડિતાના ઘરમાં એક મહિલા નકલી સંબંધી બનીને રહેતી હતી. ખુદને પીડિતાની ભાભી ગણાવનાર આ મહિલાનું નક્સલ કનેક્શન મળ્યું છે જેની તપાસ પોલીસ કરી રહી છે. તેની માહિતી મળતાની સાથે ટ્વિટર પર ભાભીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં 'ફેક નક્સલ ભાભી' હેશટેગ ટોપ ટ્રેન્ડ્સમાં સામેલ થઈ ગયો. લોકો આ નવી જાણકારી બાદ સવાલ ઉઠાવી રહ્યાં છે કે શું ષડયંત્રની વાત કહેવામાં આવી રહી છે તે સાચી છે. ઘણા યૂઝરોએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. કેટલાક પત્રકાર પણ નિશાના પર છે. 

ભાજપે પ્રિયંકા પર સાધ્યું નિશાન
#FakeNaxalBhabhi હેશટેગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાથરસ કાંડ ''એક વિચારશીલ ષડયંત્ર'' છે. ભાજપના ઘણા પદાધિકારીઓએ સીધા પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કર્યાં છે. પૂર્વ સાંસદ ગીતા કોટપલ્લીએ પ્રિયંકાની વાયરલ તસવીર શેર કરીને પૂછ્યું, 'આ મહિલા કોણ છે? તે પીડિતાના માના નથી તો ઘરમાં કઈ રીતે ઘૂસી? તેને પ્રિયંકાને ગળે મળવા કોણે દીધી? આ મહિલાનું બરખા દત્તે ઈન્ટરવ્યૂ કર્યું હતું. આ એક 'એક વિચારશીલ ષડયંત્ર લાગે છે.' ભાજપના સૌરભેપણ આ ફોટો ટ્વીટ કરી પૂછ્યુ- 'શું ફેક ગાંધી ફેક નક્સલ ભાભીને ગળે લગાવી રહી છે.?'

પત્રકારો પર પણ સવાલ
સોશિયલ મીડિયા પર ભાભીની વાત સામે આવવા પર કેટલાક પત્રકારોને પણ ઘેરવામાં આવી રહી છે. કથિત ભાભીનું એક મહિલા પત્રકારે ઈન્ટરવ્યૂ કર્યું. એક જગ્યાએ તે મહિલા ઘૂંઘટને ઠીક કરે છે. યૂઝરોને તેના પર પણ વાંધો છે. તો એક અન્ય વીડિયોમાં તે મહિલા ડીએમની ગાડીની પાછળ ભાગતી જોવા મળી રહી છે. મોટી સંખ્યા એવા લોકોની છે જેને આ મહિલાને પ્લાન્ટ કરવાની પાછળ ઉત્તર પ્રદેશને બદનામ કરવાનું ષડયંત્ર લાગી રહ્યું છે. હાલ ઉત્તર પ્રદેશ પોલીસની એસઆઈટી મામલાની તપાસ કરી રહી છે. 

પોલીસને શંકા જતા ગાયબ થઈ મહિલા
રિપોર્ટસ અનુસાર, મહિલા જબલપુર મેડિકલ કોલેજમાં ખુદને પ્રોસેફર ગણાવતી રહી છે. તેણે પોતાનું નામ કથિત રીતે ડો. રાજકુમારી જણાવ્યું. માત્ર દલિત હોવાના નામે પરિવારના લોકોને વિશ્વાસમાં લઈને ઘણા દિવસથી અહીં રહેતી હતી. આ નકલી સંબંધી પરિવારને જણાવી રહી હતી કે મીડિયામાં શું નિવેદન આપવું છે અને પરિવારને સતત માહિતી આપતી હતી. જ્યારે પોલીસને શંકા થઈ તો મહિલા ચુપચાપ ત્યાંથી ભાગી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો દેશના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More