Home> World
Advertisement
Prev
Next

આ શક્તિશાળી દેશના PM ચૂંટણી રેલી સંબોધી રહ્યાં હતાં, અચાનક માથા પર ઈંડુ ફેંકાયું

ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીના લગભગ એક અઠવાડિયા પહેલા જ વડાપ્રધાન સ્કોટ મોરિસન પર મંગળવારે એક જાહેર સભા દરમિયાન પ્રદર્શનકારીએ ઈંડુ ફેંક્યું. બીબીસીના રિપોર્ટ મુજબ ઈંડુ મોરીસનના માથે વાગ્યું પરંતુ તૂટ્યું નહીં. સ્થાનિક ટીવી પર પ્રસારિત ટીવી ફૂટેજમાં ઘટનાસ્થળ પર એક મહિલાને કાબુમાં કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. મોરીસને ઈંડા ફેકનાર વ્યક્તને કાયર ગણાવી છે. 

આ શક્તિશાળી દેશના PM ચૂંટણી રેલી સંબોધી રહ્યાં હતાં, અચાનક માથા પર ઈંડુ ફેંકાયું

કેનબરા: ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીના લગભગ એક અઠવાડિયા પહેલા જ વડાપ્રધાન સ્કોટ મોરિસન પર મંગળવારે એક જાહેર સભા દરમિયાન પ્રદર્શનકારીએ ઈંડુ ફેંક્યું. બીબીસીના રિપોર્ટ મુજબ ઈંડુ મોરીસનના માથે વાગ્યું પરંતુ તૂટ્યું નહીં. સ્થાનિક ટીવી પર પ્રસારિત ટીવી ફૂટેજમાં ઘટનાસ્થળ પર એક મહિલાને કાબુમાં કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. મોરીસને ઈંડા ફેકનાર વ્યક્તને કાયર ગણાવી છે. 

વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, "અલબરીમાં આજે ઘટેલી ઘટનાના સંબંધમાં મારી ચિંતા તે વૃદ્ધ મહિલા વિશે છે જે લથડીયા ખાતી નીચે પડી ગઈ હતી. મેં તેને ઉઠાવવામાં મદદ કરી અને તેને ગળે લગાવી. આપણા ખેડૂતોએ આ જ મુરખાઓને પહોંચી વળવું પડશે, જેઓ તેમના ખેતરો અને ઘરો પર હુમલા કરે છે." કન્ટ્રી વીમેન્સ એસોસિએશન ઈવેન્ટમાં થયેલી આ ઘટના દરમિયાન એક મહિલા લથડીયા ખાતી નીચે પડી ગઈ હતી. 

અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયામાં 18મી મેના રોજ સામાન્ય ચૂંટણી યોજનાર છે. 

વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More