Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019: 'માંકડ'થી લઈને 'ધોનીનો ગુસ્સો', આ છે સિઝનના 5 મોટા વિવાદ

44 દિવસ નોન સ્ટોપ ચાલેલી આ મેચોમાં ઘણી ખાટ્ટી-મીઠી ક્ષણ જોવા મળી. આઈપીએલની આ સિઝનમાં શરૂઆતથી જ કેટલાક વિવાદ સામે આવ્યા, જે વિશ્વ ભરમાં ચર્ચામાં રહ્યાં હતા.
 

IPL 2019: 'માંકડ'થી લઈને 'ધોનીનો ગુસ્સો', આ છે સિઝનના 5 મોટા વિવાદ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019)ના લીગ મેચ રવિવાર (5 મેએ) સમાપ્ત થઈ ગયા. મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 9 વિકેટે હરાવીને ટોપ પોઝિશન હાસિલ કરી હતી. મુંબઈ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી છે. ક્વોલિફાયરની પ્રથમ મેચ 7 મેએ ચેપોલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. 

44 દિવસ નોન સ્ટોપ ચાલેલી આ મેચોમાં ઘણી ખાટ્ટી-મીઠી ક્ષણ જોવા મળી. આઈપીએલની આ સિઝનમાં શરૂઆતથી જ કેટલાક વિવાદ સામે આવ્યા, જે વિશ્વ ભરમાં ચર્ચામાં રહ્યાં હતા. તો આવી  આઈપીએલ 2019ના નિવેદન પર કરીએ એક નજર.. 

કઈ રીતે માંકડ નિયમ અશ્વિન નિયમમાં બદલાયો
કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલા મેચમાં પ્રથમ વિવાદ તે સમયે સામે આવ્યો જ્યારે પંજાબના કેપ્ટન આર. અશ્વિને નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર ઉભા રહેલા જોસ બટલરને રન આઉટ કરી દીધો. અમ્પાયરે બટલરને આઉટ આપ્યો. બટલર ગુસ્સાથી મેદાન બહાર ગયો. બટલર આઉટ થયા બાદ રાજસ્થાનનો ધબડકો થયો અને 14 રનથી હારી ગયું. અશ્વિને માંકડ સ્ટાઇલમાં બટલરને આઉટ કરતા પહેલા તેને ચેતવણી ન આપી હતી. તે માટે અશ્વિનની ચારે તરફ આલોચના થઈ હતી. તેના આ કામને ખેલ ભાવનાથી વિપરીત ગણાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક લોકોએ તેનું સમર્થન કરતા કહ્યું કે, તેણે નિયમથી બહાર કશું કર્યું નથી. 

જ્યારે કૂલ ન રહ્યો 'કેપ્ટન કૂલ'
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર આઈપીએલના કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા પક 50 ટકા મેચ ફીનો દંડ લાગ્યો. પરંતુ કુલનેસ માટે જાણીતા ધોનીએ એવું શું કર્યું હતું? હકીકતમાં અમ્પાયરે નો-બોલ ન આપવા પર ધોની ડગઆઉટથી નિકળીને અમ્પાયરની પાસે પહોંચ્યો. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ ત્રણ બોલ પર જીત માટે 8 રનની જરૂર હતી. પરંતુ નોબોલ ન આપતા ધોની અમ્પાયરની પાસે પહોંચ્યો અને ચર્ચા કરવા લાગ્યો. ઈમાનદારીથી કહ્યે તો તે કમરની ઉંતાર સુધી ફેંકેલો ફુલટોસ બોલ હતો. બેન સ્ટોક્સના ચહેરા પર પણ સ્માઇલ હતી. સૌભાગ્યથી મિશેલ સેન્ટનરે અંતિમ બોલ પર સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. 

જ્યારે અમ્પાયરને ન દેખાયો નો બોલ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સના મેચમાં લસિથ મલિંગાના અંતિમ બોલને નો બોલ ન આપવા પર વિરાટ કોહલીએ કહ્યું હતું, અમે આઈપીએલ લેવલનું ક્રિકેટ રમી રહ્યાં છીએ ન ક્લબ ક્રિકેટ. અમ્પાયરોએ પોતાની આંખો ખુલી રાખવી જોઈએ. આરસીબી આ મેચમાં 6 રને હારી ગયું હતું. મેચમાં અંતિમ બોલનો જ્યારે રિપ્લે જોવામાં આવ્યો તો દેખાયું કે, મલિંગાએ નો-બોલ ફેંક્યો હતો અને અમ્પાયરને ન દેખાયો. આરસીબીને છેલ્લા બોલ પર જીત માટે 7 રનની જરૂર હતી. જો તે નોબોલ હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત. 

સ્લો ઓવર રેટ રહી પરેશાની
સ્લો ઓવર રેટ આ આઈપીએલની મોટી સમસ્યા રહી. ત્યાં સુધી કે કેટલાક મેચ તો મોડી રાત સુધી ચાલ્યા. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે પણ આ સમસ્યા પર ધ્યાન આપ્યું. કેટલાક રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું કે, પ્લેઓફનો અને ફાઇનલના સમયમાં ફેરફાર કરવાને કારણે આ બધુ થયું. 

કેકેઆર માટે સારી ન રહી સિઝન
આંદ્રે રસેલે કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ મેનેજમેન્ટની દોષપૂર્ણ નીતિઓની ટીકા કરી. સારી શરૂઆત છતાં કેકેઆર પ્લેઓફમાં ન પહોંચી શકી. કેકેઆરે સતત છ મેચ ગુમાવી. રસેલે તે માટે ટીમ મેનેજમેન્ટના ખરાબ નિર્ણયોને જવાબદાર ઠેરવ્યા. કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકને તે વાત માટે આલોચના થઈ કે તેણે રસેલને ઉપર બેટિંગ કરવા માટે ન મોકલ્યો. કેકેઆરના કોચ સાઇમન કેટિચે પણ તે સ્વીકાર કર્યો કે ડ્રેસિંગ રૂમમાં કેટલાક નિર્ણયો ખોટા લેવાયા અને ટીમમાં બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More