Home> World
Advertisement
Prev
Next

Britain માં ભારતીય મૂળના હરિ શુક્લાને સૌથી પહેલા મૂકાશે COVID-19 રસી, જાણો કેમ

બ્રિટન નિવાસી ભારતીય મૂળના 87 વર્ષના હરિ શુકલા દુનિયાના એ ગણતરીના લોકોમાં સામેલ થશે જેમને સૌથી પહેલા કોરોના રસી આપવામાં આવશે. શુકલાને ન્યૂકૈસલની એક હોસ્પિટલમાં ફાઈઝર/બાયોટેક (Pfizer/BioNTech) દ્વારા બનાવવામાં આવેલી રસી મૂકવામાં આવશે.

Britain માં ભારતીય મૂળના હરિ શુક્લાને સૌથી પહેલા મૂકાશે COVID-19 રસી, જાણો કેમ

લંડન: બ્રિટન (Britain) નિવાસી ભારતીય મૂળના 87 વર્ષના હરિ શુકલા દુનિયાના એ ગણતરીના લોકોમાં સામેલ થશે જેમને સૌથી પહેલા કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવશે. શુકલાને ન્યૂકૈસલની એક હોસ્પિટલમાં ફાઈઝર/બાયોટેક (Pfizer/BioNTech) દ્વારા બનાવવામાં આવેલી રસી મૂકવામાં આવશે. ઉત્તર-પૂર્વ ઈંગ્લેન્ડના ટાઈન એન્ડ વેર નિવાસી શુકલાએ કહ્યું કે તેમને લાગે છે કે રસીના પહેલા બે ડોઝ લેવા તેમનું કર્તવ્ય છે અને એટલે તેમણે સહમતિ આપી છે. 

Corona Update: દેશમાં હાંફી રહ્યો છે ઘાતક વાયરસ કોરોના!, તાજા આંકડાથી મળ્યા ખુબ સારા સંકેત

મંગળવાર બન્યો V-Day
હરિ શુક્લાની આ પહેલનું સ્વાગત કરતા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને મંગળવારને વેક્સીન ડે કે V-Day નું નામ આપ્યું. શુક્લાએ આગળ કહ્યું કે મને  ખુશી છે કે આપણે વૈશ્વિક મહામારીના અંત તરફ આગળ વધી રહ્યા છીએ અને હું ખુશ છું કે Vaccine નો ડોઝ લઈને હું મારી જવાબદારી નીભાવી રહ્યો છું. ભવિષ્યમાં પણ મારાથી જે પણ શક્ય હશે તે હું કરીશ.

Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News 

યોગદાન ભૂલી ન શકું
ભારતીય મૂળના શુક્લાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાની સાથે નિરંતર સંપર્કમાં રહેવાના કારણે તેમને ખબર પડે છે કે બધાએ કેટલી મહેનત કરી છે. શુક્લાએ કહ્યું કે મારા હ્રદયમાં તે તમામ માટે સન્માન છે, વૈશ્વિક મહામારી દરમિયાન અમને સુરક્ષિત રાખવા માટે તેમણે જે પણ કઈ કર્યું તેના માટું હું આભારી છું. અમે તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકીએ નહીં. અત્રે જણાવવાનું કે શુક્લાને બ્રિટનની રસીકરણ સંબંધિત સંયુક્ત સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડના આધારે પસંદ કરવામાં આવ્યા છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More