Home> India
Advertisement
Prev
Next

Delhi CM House Arrest : AAPએ લગાવ્યો CM કેજરીવાલને નજરકેદ કર્યાનો આરોપ, દિલ્હી પોલીસે ફોટો શેર કરી આપ્યો જવાબ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરમાં નજરકેદ કરવાના આમ આદમી પાર્ટીના દાવાને દિલ્હી પોલીસે ફગાવી દીધો છે. નોર્થ ડિસ્ટ્રિક્ટના ડીસીપીએ સીએમ હાઉસના એન્ટ્રી ગેટની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું કે સીએમની નજરકેદનો દાવો ખોટો છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી સીએમ કેજરીવાલને નજરકેદ કર્યા હોવાનો દાવો કર્યો હતો. 

Delhi CM House Arrest : AAPએ લગાવ્યો CM કેજરીવાલને નજરકેદ કર્યાનો આરોપ, દિલ્હી પોલીસે ફોટો શેર કરી આપ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરમાં નજરકેદ કરવાના આમ આદમી પાર્ટીના દાવાને દિલ્હી પોલીસે ફગાવી દીધો છે. નોર્થ ડિસ્ટ્રિક્ટના ડીસીપીએ સીએમ હાઉસના એન્ટ્રી ગેટની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું કે સીએમની નજરકેદનો દાવો ખોટો છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી સીએમ કેજરીવાલને નજરકેદ કર્યા હોવાનો દાવો કર્યો હતો. 

ડીસીપીએ શેર કર્યો એન્ટ્રી ગેટનો ફોટો
આમ આદમી પાર્ટીના આ દાવા પર નોર્થ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે, 'નજરકેદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી તરફથી થઈ રહ્લો દાવો ખોટો છે. તેઓ દેશના કાયદા હેઠળ મળેલા ફ્રી મૂવમેન્ટના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના ઘરના પ્રવેશ દ્વારાની આ તસવીર પોતે જ ઘણું  બધું કહે છે.'

આ બાજુ દિલ્હીના ડીસીપી આન્ટો અલ્ફાન્સે પણ નજરકેદના દાવાને ખોટો ઠેરવ્યો. તેમણે કહ્યું કે આ નિવેદન બિલકુલ ખોટું છે. દિલ્હીના સીએમ તરીકે તેઓ ક્યાંય પણ જવા માટે સ્વતંત્ર છે. 

આમ આદમી પાર્ટીનો આરોપ, કેજરીવાલ નજરકેદ
AAPએ સવારે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હી પોલીસે સીએમ અરવિંદ કેજરીવાલને સિંઘુ બોર્ડરથી આવ્યા બાદ ઘરમાં નજરકેદ કર્યા છે. પાર્ટી પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'જ્યારથી કેજરીવાલ સિંઘુ બોર્ડરથી ખેડૂતોને મળીને પાછા ફર્યા છે ત્યારથી તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરની ચારેબાજુ બેરિકેડ લગાવી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ તેમને નજરકેદવાળી સ્થિતિમાં રાખવામાં આવ્યા છે.' 

આપનો દાવો, વિધાયકોને પોલીસે પીટ્યા
ભારદ્વાજે કહ્યં કે ન તો કોઈને કેજરીવાલના ઘરની અંદર જવા દેવાય છે, ન તો બહાર. જે વિધાયકોએ ગઈ કાલે કેજરીવાલ સાથે બેઠક કરી હતી તેમની પોલીસે પીટાઈ કરી. કાર્યકરોને પણ તેમને મળવા દેવાતા નથી. ભાજપના નેતા સીએમના ઘરની બહાર બેઠા છે. 

કેજરીવાલે કર્યું ખેડૂત આંદોલનનું સમર્થન
અરવિંદ કેજરીવાલે ગઈ કાલે ખેડૂતોને મળ્યા બાદ કહ્યું હતું કે, 'ખેડૂતોનો મુદ્દો અને તેમની માગણી યોગ્ય છે. હું અને મારી પાર્ટી તેમના પડખે છે. ખેડૂતોએ આંદોલન શરૂ થયું ત્યારે દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલમાં ફેરવવાની મંજૂરી માંગી હતી. મારા પર દબાણ સર્જ્યુ હતું પરંતુ મેં મંજૂરી ન આપી.'

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More