Home> World
Advertisement
Prev
Next

અમેરિકાના Wisconsin mall માં ગોળીબારી, અનેક ઘાયલ, પોલીસે ઘેરી લીધો મોલ

અમેરિકા  (America)ના વિસ્કોન્સિન સ્થિત એક મોલમાં શુક્રવારે થયેલી ગોળીબારીમાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે. પોલીસ અત્યાર સુધી શોધવામાં નિષ્ફળ રહી છે કે હુમલાવર કોણ હતો અને તેણે કયા ઇરાદે ગોળીબારી કરી. 

અમેરિકાના Wisconsin mall માં ગોળીબારી, અનેક ઘાયલ, પોલીસે ઘેરી લીધો મોલ

વોશિંગટન: અમેરિકા  (America)ના વિસ્કોન્સિન સ્થિત એક મોલમાં શુક્રવારે થયેલી ગોળીબારીમાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે. પોલીસ અત્યાર સુધી શોધવામાં નિષ્ફળ રહી છે કે હુમલાવર કોણ હતો અને તેણે કયા ઇરાદે ગોળીબારી કરી. 

મોતના સમાચાર નહી
સ્થાનિક મેયર ડેનિસ મૈકબ્રાઇડના અનુસાર વિસ્કોન્સિનના મિલવોકી (Milwaukee)ના મેફીલ્ડ શોપિંગ મોલમાં ત્યારે અફરાતફરી મચી ગઇ જ્યારે અચાનક ગોળીબારી થવા લાગી. આ ઘટનામાં અત્યાર સુધી 8 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગોળીબારીમાં કોઇના સમાચાર પ્રાપ્ત થયા નથી. 

સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
ગોળીબારી અંગે જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો, પરંતુ તે અપરાધીને પકડવામાં અસફળ રહી. લગભગ 75 અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગોળીબારીમાં ઘાયલ લોકોને સ્ટ્રેચર પર મોલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.  

15 રાઉન્ડ ચલાવી ગોળીઓ 
સ્થાનીક ABC ન્યૂઝ નેટવર્કના WISN12 પર લાઇવ ટીવી શોટ્સમાં મેસીના ડિપાર્ટમેન્ટ સ્ટોરની બહાર ડઝનો પોલીસ વાહનો જોવા મળ્યા છે. ઘણા લોકોએ જણાવ્યું કે ગોળીનો અવાજ સાંભળીને મોલના કર્મચારીઓ અને દુકાનદારોએ પોતાને અંદર બંધ કરી લીધા છે, પરંતુ તમામ સુરક્ષિત છે, તો બીજી તરફ અન્ય વ્યક્તિએ કહ્યું કે મોલમાં કામ કરનાર તેની બહેનને 15 રાઉન્ડ ગોળી ચલાવવાનો અવાજ સાંભળ્યો છે.

હુમલાવરની શોધખોળ શરૂ
પોલીસનું કહેવું છે કે લોકો સાથે વાતચીતના આધાર પર શૂટ્ર વિશે કેટલીક જાણકારી મળી છે. તેની ઉંમર 20 થી 30 વર્ષની આસપાસ છે. પોલીસે શૂટરની શોધખોળમાં રેડ પણ કરી રહી છે. આ ઉપરાંત આસપાસના તમામ સીસીટીવી ફંફોળવામાં આવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More