Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં કર્ફ્યૂ બાદ AMTS,BRTS, મેટ્રો અને ST ની સેવા બંધ, સોમવારથી પૂર્વવત્ત

શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 60 કલાકના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યૂના પગલે અમદાવાદ શહેરમાં તમામ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે 9 વાગ્યે તમામ દુકાનો બંધ કરાવી હતી. AMTS BRTS અને મેટ્રો સહિતની તમામ સેવાઓના પૈડા અટકી પડ્યા હતા. 

અમદાવાદમાં કર્ફ્યૂ બાદ AMTS,BRTS, મેટ્રો અને ST ની સેવા બંધ, સોમવારથી પૂર્વવત્ત

અમદાવાદ : શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 60 કલાકના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યૂના પગલે અમદાવાદ શહેરમાં તમામ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે 9 વાગ્યે તમામ દુકાનો બંધ કરાવી હતી. AMTS BRTS અને મેટ્રો સહિતની તમામ સેવાઓના પૈડા અટકી પડ્યા હતા. 

એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું કે, કર્ફ્યૂના કારણે એએમટીએસ સેવા સોમવાર સુધી બંધ રહેશે. સોમવારે કર્ફ્યૂં ખુલતાની સાથે જ સેવા પૂર્વવત્ત થઇ જશે. જો કે એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ખાસ એએમટીએસ બસ ફાળવવામાં આવી છે તેનું સંચાલન કરવામાં આવશે. 

બીઆરટીએસ અને મેટ્રો સેવા પણ લોકડાઉનના પગલે બંધ કરવામાં આવી છે. આ સેવા સોમવારથી ફરી પૂર્વવત થશે. બીઆરટીએસની એરપોર્ટથી કર્ણાવતી ક્લબ સુધીનો એક માત્ર રૂટ ચાલુ રહેશે. જે એરપોર્ટથી આવતા જતા મુસાફરોને લેવા અને મુકવા માટેની સેવા આપશે. જ્યારે મેટ્રો સેવા સંપુર્ણ બંધ રહેશે. 

અમદાવાદ આવતી તમામ એસટી સેવા બંધ અથવા ડાયવર્ટ
અમદાવાદમાં કર્ફ્યૂના પગલે અમદાવાદ આવતી તમામ બસ રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે વાયા અમદાવાદ ચાલતી બસોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ એસટીનાં તમામ ડેપો બંધ રહેશે અને બસોનું સંચાલન પણ બંધ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More