Home> World
Advertisement
Prev
Next

બ્રાઝિલમાં ડેમ તૂટવાથી 34ના મોત, 300થી વધારે લાપતા

અત્યાર સુધીની પ્રાપ્ત આંકડા અનુસાર 300થી વધારે લોકો લાપતા છે. વેલની યાદી અનુસાર બધા ખાણ કર્મચારીઓ છે. અત્યારસુધીમાં 34 લોકોના મોત થયા છે અને 176 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

બ્રાઝિલમાં ડેમ તૂટવાથી 34ના મોત, 300થી વધારે લાપતા

બ્રુમાડિન્હો (બ્રાઝિલ): દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં એક ખાણ વિસ્તાર પાસે આવેલો ડેમ તૂટતા 34 લોકોના મોત થયા છે. જ્યારે 300થી વધુ લોકો ગુમ છે. જોકે મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રાઝિલના મેનસ જેરાઇસ રાજ્યમાં બેલો હોરિઝોન્ટે શહેર નજીક વેલ ખાણમાં શુક્રવારે આ આફત આવી હતી. ડેમ તૂટવાથી આસપાસના વિસ્તારમાં માટી અને પાણીના પૂર આવ્યું હતું.

વધુમાં વાંચો: ભારતીય તિર્થયાત્રીઓ માટે ચીને કરી આ ખાસ વ્યવસ્થા, કહ્યું- ‘તમારૂં સ્વાગત છે’

fallbacks

શનિવારે હેલિકોપ્ટરની મદદથી બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું કેમકે ડેમ તૂટવાથી સર્જાયેલો કાદવમાં ખેતરો સહીત ઇમારતો ડૂબી ગઇ હતી. રાજ્યની ફાયર ટીમના અધિકારી કર્નલ એડગાર્ડ એસ્ટાવોએ પત્રકારને જણાવ્યુ હતું કે, અમને હજુ પણ લોકોના જીવતા બચવાની આઆશા છે.

વધુમાં વાંચો: આ દેશના રાષ્ટ્રપતિએ બહાર પાડ્યું વિચિત્ર ફરમાન, લોકોમાં મચ્યો જબરદસ્ત હડકંપ

અત્યાર સુધીની પ્રાપ્ત આંકડા અનુસાર 300થી વધારે લોકો લાપતા છે. વેલની યાદી અનુસાર બધા ખાણ કર્મચારીઓ છે. અત્યારસુધીમાં 34 લોકોના મોત થયા છે અને 176 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 23 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ આફતગ્રસ્ત વિસ્તારનું નિર્ણય કર્યું છે.

fallbacks

વધુમાં વાંચો: 1 વર્ષ 7 મહીનાની બાળકીએ આ રીતે બચાવ્યો ત્રણ લોકોનો જીવ!

તેમને ટ્વિટ કરી કહ્યું કે, ‘આવા સ્પર્શ દ્રશ્યોને જોઇને ભાવુક થયા વગર રહી શકતો નથી’

વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More