Home> India
Advertisement
Prev
Next

મુંબઇ: પાર્કિંગમાં ઉભી હતી કાર, રાત્રે અચાનક લાગેલી આગની ઝપટમાં આવી 100 કાર

આગના કારણે આ પાર્કિમગમાં ઉભેલી કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઇ છે. આગની જાણકારી મળતા સ્થળ પર પહોંચી વસઇ-વિરાર મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

મુંબઇ: પાર્કિંગમાં ઉભી હતી કાર, રાત્રે અચાનક લાગેલી આગની ઝપટમાં આવી 100 કાર

મુંબઇ (પ્રવિણ નલાવડે): મુંબઇની પાસે વસઇમાં શનિવાર રાત્રે મોટી ઘટના સર્જાતા બચી ગઇ હતી. ત્યાં એક પાર્કિમાં ઉભેલી કારમાં અચાનક આગ લાગી ગઇ હતી. ત્યારબાદ આ આગે ધીમે ધીમે આસપાસ ઉભેલી લગભગ 100 કારને પોતાની ઝપટમાં લઇ લીધી હતી.

વધુમાં વાંચો: આજે દેશવાસીઓ સાથે પીએમ મોદી કરશે 2019ની પ્રથમ ‘મન કી બાત’

આગના કારણે આ પાર્કિમગમાં ઉભેલી કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઇ છે. આગની જાણકારી મળતા સ્થળ પર પહોંચી વસઇ-વિરાર મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ ન હતી.

fallbacks

આગની આ ઘટના શનિવાર રાત્રે લગભગ 8 વાગ્યે ટેબ કેબ કંપનીના કારશેડમાં સર્જાઇ હતી. આ કાર શેડ મુબંઇ-અમદાવાદ હાઇવે પર માજલીપાડા-સસૂનવધર વિસ્તારમાં છે. તેમાં 100થી વધારે ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી.

વધુમાં વાંચો: કુંભ 2019: અખાડાઓમાં ભુલ કરવાની મળે છે આકરી સજા, હોય છે અનોખા નિયમ

રાત્રે લગભગ 8 વાગ્યા ત્યાં એક કારમાં આગ લાગી અને આસપાસની બધી કાર આગની ઝપટમાં આવી ગઇ હતી. જેમાં 100 કારમાં આગ લાગી હતી. તેમાંથી 15 કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગઇ છે. ફાયર બ્રિગેડ કર્મચારીઓએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. હજુ સુધી કયા કારણો સર આગ લાગી હતી તે જાણવા મળ્યું નથી.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More