Home> Technology
Advertisement
Prev
Next

64MP કેમેરા સાથે Vivo Y72 5G 22 માર્ચે થશે લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ

વીવો Y72 5G ગૂગલ પ્લે કન્સોલ પર લિસ્ટ થઈ ગયો છે. ફોનમાં ટિયરડ્રોપ નોચ ફુલ એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. લિસ્ટિંગ અનુસાર ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 5000mAh ની બેટરી આપવામાં આવી છે. 

64MP કેમેરા સાથે Vivo Y72 5G 22 માર્ચે થશે લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની વીવો 22 માર્ચે પોતાની નવી ડિવાઇસ  Vivo Y72 5G લોન્ચ કરવાની છે. કંપનીના આ અપકમિંગ સ્માર્ટફોનનું એક પોસ્ટર સામે આવ્યું છે, જેમાં તેની ડિઝાઇનને જોઈ શકાય છે. આ વચ્ચે Pricebaba એ આ ફોનને ગૂગલ પ્લે કન્સોલ પર સ્પોટ કરી લીધો છે. ગૂગલ પ્લે કન્સોલ લિસ્ટિંગમાં ફોનના કેટલાક ખાસ સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી મળી છે. 

ટિયરડ્રોપ નોચ વાળી ફુલ એચડી+ડિસ્પ્લે
ગૂગલ પ્લે કન્સોલ લિસ્ટિંગ અનુસાર આ કંપનીની કે Y સિરીઝનો પ્રથમ સ્માર્ટફોન હશે જે 5જી કનેક્ટિવિટીની સાથે આવશે. ફોનનું જે પોસ્ટર સામે આવ્યું છે તેને જોઈને કહી શકાય કે તેમાં ટિયરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. ગૂગલ પ્લે લિસ્ટિંગનું માનીએ તો ફોનમાં 1080x2408 પિક્સલ રેઝોલૂશનની સાથે ફુલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવે છે. ફોનની પિક્સલ ડેન્સિટી 440ppi છે. 

64 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા
ફોનના રિયર સાઇડમાં એલઈડી ફ્લેશની સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો લાગ્યો છે. સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્સ સેન્સર વાળો આ ફોન બ્લૂ-પિંક ગ્રેડિયન્ટમાં આવશે. ગૂગલ પ્લે લિસ્ટિંગ અનુસાર ફોનમાં પ્રોસેસર તરીકે મીડિયાટેક હીલિયો Dimensity 700 ચિપસેટ મળશે. 

આ પણ વાંચોઃ Airtel ના શાનદાર પ્લાનમાં 500GB સુધી ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો વિગત  

5000mAh બેટરી અને 18 વોટ ચાર્જિંગ
8જીબી રેમથી લેસ આ ફોન એન્ડ્રોયડ 11 ઓએસ પર કામ કરે છે. ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. અફવાઓનું માન્યે તો Y72 5G માં 6.58 ઇંચની LCD આપવામાં આવી છે. ફોનના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપમાં એક 8 મેગાપિક્સલનો સુપર-વાઇડ લેન્સ અને એક 2 મેગાપિક્સલનો મેક્રો કે ડેપ્થ સેન્સર લાગેલું જોઈ શકે છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો હોવાની શક્યતા છે. ફોન 18 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More