Home> Gujarat
Advertisement
Prev
Next

આગામી 2 દિવસ કચ્છ- સૌરાષ્ટ્રમાં હીટવેવ તો દક્ષિણ પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

આજે અમદાવાદ (Ahmedabad) ડીસા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર અને મહુવામાં આજે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર કરી ગયો છે.

આગામી 2 દિવસ કચ્છ- સૌરાષ્ટ્રમાં હીટવેવ તો દક્ષિણ પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી મહતમ તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી જતાં બફારો શરૂ થઇ ગયો છે. ધીમે ધીમે ઉનાળો (Summer) જામવા લાગ્યો છે. વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે તો બપોરે બાદ તડકો દઝાડી રહ્યો છે. ગુજરાત (Gujarat) ના વાતાવરણમાં આજથી જોરદાર પલટો આવ્યો છે.

પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં અને દિવમાં હીટવેવની (Heat Wave) ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમવી વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતા દ્રારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

આજે અમદાવાદ (Ahmedabad) ડીસા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર અને મહુવામાં આજે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર કરી ગયો છે. પોરબંદર વેરાવળ કંડલા ગાંધીનગર સહિતના શહેરોમાં આજે મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. આવતીકાલે પણ ગરમીના પ્રમાણમાં વધારો થશે અને અનેક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે.

દિલ્હી સ્થિત ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) ના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં એકમાત્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ માટે હિટ વેવ કન્ડિશન સર્જાશે. તો બીજી તરફ 19 અને 20 માર્ચે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More