Home> Technology
Advertisement
Prev
Next

Tesla Humanoid Robot: એલન મસ્કે લોન્ચ કર્યો હ્યૂમનોઇડ રોબોટ, બાથરૂમથી લઈને બેડરૂમ સુધી, મનુષ્યોની જેમ કરશે કામ

Optimus Robot: આ રોબોટના પ્રોટોટાઇપને સ્ટેજ પર ઉતારવાની સાથે તેનો એક વીડિયો દેખાડવામાં આવ્યો, જેમાં આ રોબોટ બોક્સ ઉપાડતો, છોડને પાણી આપતો અને મનુષ્યોની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે.

Tesla Humanoid Robot: એલન મસ્કે લોન્ચ કર્યો હ્યૂમનોઇડ રોબોટ, બાથરૂમથી લઈને બેડરૂમ સુધી, મનુષ્યોની જેમ કરશે કામ

નવી દિલ્હીઃ Elon Musk Launches Humanoid Robot Optimus: એલન મસ્ક માત્ર દુનિયાના ધનવાન વ્યક્તિ હોવાના રૂપમાં નહીં પરંતુ નવી-નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતા છે. તે ભવિષ્યની ટેક્નોલોજીનું નિર્માણ કરે છે. તેમની ટેસ્લા ઓટો પાયલટ કાર, મંગળ પર લોકોને લઈ જવાનો પ્રોજેક્ટ આ વાતનું પ્રમાણ છે. આ કડીમાં શુક્રવારે મસ્કે એક એઆઈ ઈવેન્ટમાં પોતાના હ્યૂમનોઇડ રોબોટ Optimus લોન્ચ કર્યો છે. આ રોબોટના ફીચરે દુનિયાને ચોંકાવી દીધી છે. એલન મસ્કનું કહેવું છે કે તેનો આ રોબોટ કારોબાર તેના કાર વ્યવસાયથી વધુ સફળ થશે. 

મનુષ્યોની જેમ કામ કરશે રોબોટ
આ રોબોટના પ્રોટોટાઇપને સ્ટેજ પર ઉતારવાની સાથે તેનો એક વીડિયો દેખાડવામાં આવ્યો, જેમાં આ રોબોટ બોક્સ ઉપાડતો, છોડને પાણી આપતો અને મનુષ્યોની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં મસ્કે કહ્યું કે અમારૂ ઉદ્દેશ્ય જલદીથી જલદી તેને ઉપયોગી હ્યૂમનોઇડ રોબોટ બનાવવાનો છે. 

આગામી વર્ષે શરૂ થઈ શકે છે ઉત્પાદન
મસ્કે જણાવ્યું કે રોબોટ માટે સૌથી મહત્વનો પડાવ આવવાનો છે. આપણે તે જોશું કે શું તે અણધાર્યા સંજોગોને સંભાળી શકે છે કે નહીં. નોંધનીય છે કે મસ્કે 2021 ઓગસ્ટમાં આયોજીત એઆઈ ઈવેન્ટમાં ટેસ્લાના આ રોબોટની જાહેરાત કરી હતી. સૂત્રો પ્રમાણે 2023થી તેનું ઉત્પાદન શરૂ થઈ શકે છે. 

આ પણ વાંચોઃ Jio નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ‘ગંગા’ હશે ખાસ, ઓછી કિંમતમાં મળશે દમદાર ફીચર્સ

આ કામ પણ કરી શકશે
એલન મસ્કનું કહેવું છે કે શરૂઆતમાં ઓપ્ટિમસને બેરિંગ અને ખતરનાક કામોમાં લગાવવામાં આવશે. તે ટેસ્લાના કારખાનામાં વસ્તુને અલગ-અલગ જગ્યાએ રાખશે. તે કાર મેન્યુફેક્ચરિંગ દરમિયાન બોલ્ટ ફટ કરશે. હ્યૂમનોઇડ રોબોટ ફર્મ એજિલિટી રોબોટિક્સના ચીફ ટેક્નોલોજી ઓફિસર જોનાથન હર્સ્ટે રોયટર્સને જણાવ્યું કે આ રોબોટ ભવિષ્યમાં ઘણું એવું કરી શકે છે, જે મનુષ્યો કરે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં આ રોબોટ માત્ર ઘરના કામમાં નહીં, પરંતુ સેક્સ પાર્ટનરના રૂપમાં પણ ઉપયોગ કરી શકાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More