Home> India
Advertisement
Prev
Next

Diwali 2022: દિવાળીએ ચમકશે આ રાશિઓનું નસીબ, થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા!

Diwali 2022 kab hai: આ વર્ષે 24 ઓક્ટોબરે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. કેટલીક રાશિના જાતકો માટે આ દિવાળી શુભ રહેશે. તેને ધન લાભ થશે. 

Diwali 2022: દિવાળીએ ચમકશે આ રાશિઓનું નસીબ, થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા!

નવી દિલ્હીઃ Diwali 2022 Date: દિવાળીના તહેવારની ઉજવણી 24 ઓક્ટોબર, 2022ના કરવામાં આવશે અને તેના એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે શનિ સ્વરાશિ મકરમાં માર્ગી થશે. તો 26 ઓક્ટોબરે બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરશે. જ્યારે તુલા રાશિમાં તે સમયે સૂર્ય, શુક્ર અને કેતુ ગ્રહ બિરાજમાન રહેશે. તેવામાં તુલા રાશિમાં 4 મહત્વના ગ્રહની હાજરી અદ્ભુત સંયોગ બનાવી રહી છે, જે કેટલીક રાશિઓ માટે શુભ રહેશે. આ રીતે દિવાળી બાદ બુધનો ગોચર આ રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા વરસાવશે. આ જાતકોને ધન લાભ થશે. 

આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
23 ઓક્ટોબરે ધનતેરસ અને 24 ઓક્ટોબરે દિવાળી છે. આ દિવાળી કેટલીક રાશિના જાતકો માટે ખુશ રહેશે. 

મિથુન રાશિ- દિવાળીના 2 દિવસ બાદ તુલા રાશિમાં બુધનું ગોચર મિથુન રાશિના જાતકોને લાભ આપશે. આવક વધશે. નોકરી-વ્યાપારમાં શુભ ફળ મળશે. વર્કપ્લેસ સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે. 

કર્ક રાશિ- દિવાળી બાદ કર્ક રાશિના જાતકોને ધન લાભ થશે. માં લક્ષ્યી મહેરબાન રહેશે. વૃદ્ધિ તેજ ચાલશે અને મોટા કામ સરળતાથી થશે. ભાગ્યનો પણ સાથ મળશે. માન-સન્માન વધશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. 

સિંહ રાશિ- બુધ ગોચર સિંહ રાશિના જાતકોને ધનલાભ કરાવશે. નવી જોબની ઓફર મળી શકે છે. પ્રમોશન મળી શકે છે. અચાનક પૈસા મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારમાંથી ખુશી અને સહયોગ મળશે. 

વૃશ્ચિક રાશિ- બુધ ગોચર વૃશ્ચિક રાશિની આવક વધારશે. પગાર વધી શકે છે. વ્યાપારીઓનો નફો વધશે. ખાસ રીતે વિદેશી જોડાયેલા કામ કરનારને લાભ થશે. 

ધન રાશિ- આર્થિક સમસ્યાઓ દૂર થશે. પર્યાપ્ત માત્રામાં પૈસા હાથમાં આવશે. અટવાયેલા પૈસા મળી જશે. આવક વધશે. પરિવાર સાથે કોઈ શુભ સમાચાર મળશે. 

મકર રાશિ- મકર રાશિના જાતકોને બુધ ગોચર કરિયરમાં મોટો લાભ અપાવશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધવાની પ્રબળ સંભાવના છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. મેરિડ લાઇફ સારી રહેશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More