Home> Technology
Advertisement
Prev
Next

Telegram એ લોન્ચ કર્યા ધમાકેદાર ફીચર્સ, બદલી જશે ચેટિંગનો અંદાજ, જાણો બધું જ

ટેલિગ્રામે (Telegram) તેના iPhone તેમજ iPad એપ માટે મેસેજ રિએક્શન, અનુવાદ, હિડન ટેક્સ્ટ અને બીજી ઘણી નવી સુવિધાઓ સાથે તેને લેટેસ્ટ અપડેટ રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સ હવે મેસેજ બબલને ડબલ-ટેપ કરી શકે છે અને તે મેસેજના નીચે એક નાનો થમ્બ્સ-અપ ઇમોજી દેખાશે.

Telegram એ લોન્ચ કર્યા ધમાકેદાર ફીચર્સ, બદલી જશે ચેટિંગનો અંદાજ, જાણો બધું જ

નવી દિલ્હી: ટેલિગ્રામે (Telegram) તેના iPhone તેમજ iPad એપ માટે મેસેજ રિએક્શન, અનુવાદ, હિડન ટેક્સ્ટ અને બીજી ઘણી નવી સુવિધાઓ સાથે તેને લેટેસ્ટ અપડેટ રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સ હવે મેસેજ બબલને ડબલ-ટેપ કરી શકે છે અને તે મેસેજના નીચે એક નાનો થમ્બ્સ-અપ ઇમોજી દેખાશે. યૂઝર્સ આ ક્વિક રિસ્પોન્સ માટે સેટિંગ-સ્ટિકર અને ઇમોજી-ક્વિક રિસ્પોન્સ અંતગર્ત એપમાં ઇમોજી બદલી શકે છે. વધુ રિએક્શન્સ માટે મેસેજના બબલને ટેપ કરીને રાખો.

કરી શકશો મેસેજ ટ્રાંસલેશન
હવે કોઈપણ વ્યક્તિ કોઈપણ મેસેજને સીધી એપમાં બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકે છે. સેટિંગ્સ - ભાષામાં અનુવાદને સક્ષમ કરવાથી સંદેશની પસંદગી કરતી વખતે મેનૂમાં એક સમર્પિત અનુવાદ બટન ઉમેરાઇ જાય છે. તમે ફ્યૂએન્ટ બોલનાર કોઇપણ ભાષાને પણ બહાર કરી શકો છો, જે તે સંદેશાઓ માટે અનુવાદને હાઇડ કરી દેશે. 

માર્કેટમાં ધમાલ મચાવવા આવી ગયું Redmi નું 50-ઇંચનું ધાંસૂ Smart TV, ઓછી કિંમતમાં ઘરે માણો થિયેટર જેવી મજા

Android ડિવાઇસમાં ઉપલબ્ધ છે ટ્રાંસલેટ ફીચર
અનુવાદ Telegram ના સપોર્ટ કરતા તમામ Android ઉપકરણો પર ઉપલબ્ધ છે, પરંતુ Apple ઉપકરણો પર iOS 15 Plus જરૂરી છે. ઉપલબ્ધ ભાષાઓની યાદી વપરાશકર્તાના ફોનની ઑપરેટિંગ સિસ્ટમ પર નિર્ભર કરે છે.

બીજી નવી સુવિધા એ છે કે સાર્વજનિક વપરાશકર્તા નામવાળા કોઈપણ ઉપયોગકર્તા તેમજ ગ્રુપ્સ, ચેનલ્સ અને બૉટો માટે થીમ આધારિત QR કોડ જનરેટ કરવાની ક્ષમતા છે. વ્યક્તિના યૂઝર નેમની આગળ અને નવા QR કોડ આઇકનને ટેપ કરો, સૌથી યોગ્ય રંગ અને પેટર્ન પસંદ કરો, પછી અન્ય એપ્લિકેશનો સાથે તમારો QR કોડ પ્રિંટ, પોસ્ટ કરો અથવા શેર કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More