Home> India
Advertisement
Prev
Next

Amit Shah: જેમાં હિંમત હોય તે રામ મંદિર નિર્માણ રોકીને દેખાડે...અયોધ્યામાં સપા, બસપા, કોંગ્રેસ પર વરસ્યા શાહ

અયોધ્યા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, જે રામ મંદિર બનતું રોકવા માંગે છે, હું તેમને કહેવા માંગું છું. રોકી શકો છો રોકી લો, પરંતુ કોઈનામાં એટલો દમ નથી. PMએ કાશી વિશ્વનાથ કોરિડોરનું પુનનિર્માણ કર્યું.

Amit Shah: જેમાં હિંમત હોય તે રામ મંદિર નિર્માણ રોકીને દેખાડે...અયોધ્યામાં સપા, બસપા, કોંગ્રેસ પર વરસ્યા શાહ

અયોધ્યા: ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યામાં વિપક્ષી પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા. શાહે જણાવ્યું હતું કે હવે કોઈનામાં દમ નથી કે રામ મંદિરનું નિર્માણ રોકીને દેખાડી શકે. તેમણે સપા, બસપા અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કરતા કારસેવકો પર ગોળી ચલાવવા મુદ્દે વાત કરી હતી. શાહે વધુમાં જણાવ્યું હતું કે આજના યૂપીમાં માફિયાઓ પોલીસની સામે સરેન્ડર કરે છે.

અયોધ્યા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, જે રામ મંદિર બનતું રોકવા માંગે છે, હું તેમને કહેવા માંગું છું. રોકી શકો છો રોકી લો, પરંતુ કોઈનામાં એટલો દમ નથી. PMએ કાશી વિશ્વનાથ કોરિડોરનું પુનનિર્માણ કર્યું. ઔરંગઝેબના જમાનામાં જે બાબા વિશ્વનાથના દર્શન માટે જતા, તે  અફસોસ સાથે પાછો આવતા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'યે બુઆ, બાબુઆ અને કોંગ્રેસ પાર્ટી ક્યારેય યુપીનો વિકાસ નહીં કરી શકે. સપાના શાસનમાં આખા રાજ્યમાં ગુંડાઓ અને માફિયાઓનો દબદબો હતો. અમારા લોકોને ભાગવા પર મજબૂર કરી દેવામાં આવતા હતા. યોગીજીની સરકાર આવ્યા પછી પલાયન કરવાવાળા, ખુદ ભાગી રહ્યા છે. અગાઉ પોલીસ માફિયાઓથી ડરતી હતી, જ્યારે આજે માફિયાઓ પોલીસની સામે શરણે થઈ રહ્યા છે.

અમિત શાહે કહ્યું, 'આ બુઆ, બાબુઆના શાસનમાં અમારી આસ્થાના પ્રતીકોનું સન્માન કરવામાં આવ્યું ન હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગીજી દરેક આસ્થાના સ્થાનને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે દેશની જનતાએ પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવી ત્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આજે એ જ જગ્યાએ રામ લલ્લાનું મંદિર બની રહ્યું છે તે જોવા હું આવ્યો છું.

તેમણે કહ્યું, 'કોંગ્રેસ, સપા અને બસપાએ તેમના શાસન દરમિયાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણને રોકવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તમને બધાને યાદ હશે કે આ લોકોએ કાર સેવકો પર ગોળીબાર કર્યો હતો. રામ સેવકો પર દંડા વડે હુમલો કરવામાં આવ્યો, રામ સેવકોને મારીને સરયૂ નદીમાં ફેંકી દેવામાં આવ્યા. આ પહેલા અમિત શાહે હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યા હતા.

શાહે કહ્યું, 'આ ભૂમિએ વર્ષો સુધી પ્રભુ શ્રીરામલલાના જન્મસ્થાન માટે સંઘર્ષ કર્યો છે. અહીં અનેક વખત વિનાશ પણ થયો છે અને બાંધકામ પણ થયું છે. પરંતુ દરેક વખતે સર્જન વિનાશ પર વિજય મેળવે છે. ભાજપ સરકારના શાસનમાં અયોધ્યાને તેના પ્રાચીન ગૌરવમાં પાછું લાવવાનું કામ કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના નામ પર શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે, જે વિશ્વના તમામ સ્થળોથી રામ ભક્તોને અયોધ્યા લાવવાનું કામ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More